IPL મેગા ઑક્શનમાં અનસોલ્ડ રહ્યા બાદ હવે ઇંગ્લૅન્ડની ધ હન્ડ્રેડ ટુર્નામેન્ટમાં નામ કરાવ્યું રજિસ્ટર
જેમ્સ ઍન્ડરસન
ઇંગ્લૅન્ડનો ભૂતપૂર્વ ફાસ્ટ બોલર જેમ્સ ઍન્ડરસન ૪૨ વર્ષની ઉંમરે પણ ક્રિકેટના મેદાનમાં ધમાલ મચાવવાની ઇચ્છા રાખી રહ્યો છે. IPL મેગા ઑક્શનમાં તેણે નામ નોંધાવ્યું હતું, પણ તે અનસોલ્ડ રહ્યો. અહેવાલ અનુસાર તેણે હવે ઇંગ્લૅન્ડની ધ હન્ડ્રેડ લીગની આગામી સીઝનના ડ્રાફ્ટ માટે પોતાનું નામ નોંધાવ્યું છે. ૧૨ માર્ચે આયોજિત ડ્રાફ્ટમાં ૩૦૦થી વધુ પ્લેયર્સે ૧૦ ટીમોમાં સ્થાન મેળવવા માટે નામ નોંધાવ્યું છે. ઍન્ડરસનને ઇન્ટરનૅશનલ લેવલ પર છેલ્લી વાર વાઇટ-બૉલ ક્રિકેટ રમ્યાને લગભગ છ વર્ષ થઈ ગયાં છે. તે છેલ્લી વાર ૨૦૧૪માં T20 બ્લાસ્ટ ફ્રૅન્ચાઇઝી લીગમાં T20 મૅચ રમ્યો હતો.

