હાર્દિકે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું હતું કે “માહિકા મુંબઈના બાન્દ્રામાં એક રેસ્ટોરન્ટની સીડીઓ પરથી ઉતરી રહી હતી, ત્યારે કેટલાક પાપારાઝીએ તેનો અયોગ્ય એન્ગલથી વીડિયો શુટ કર્યો અને તસવીરો ક્લિક કરી. હાર્દિકે તેને અયોગ્ય ગણાવ્યું.
હાર્દિક પંડયા અને માહિકા શર્મા
ભારતનો સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યાએ પાપારાઝીઓની હરકતો પર ગુસ્સો વ્યક્ત કર્યો, અને તેની પર ગર્લફ્રેન્ડ માહિકા શર્માની તસવીરો અયોગ્ય એન્ગલ લેવાનો આરોપ લગાવ્યો. ટીમ ઈન્ડિયાનો સ્ટાર ખેલાડી દક્ષિણ આફ્રિકા મૅચની તૈયારી કરી રહ્યો છે. ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર એક કડક સંદેશ જાહેર કરીને પાપારાઝીના કામ કરવા પર સવાલ ઉઠાવ્યા. તેના ગુસ્સાનું કારણ એક વાયરલ વીડિયો હતો જેમાં તેની ગર્લફ્રેન્ડ અને મોડેલ-યોગ ટ્રેનર માહિકા શર્માનો ફોટો અને વીડિયો એવા એન્ગલ લેવામાં આવ્યો હતો જેને હાર્દિકે અનૈતિક અને અપમાનજનક ગણાવ્યો હતો.
હાર્દિકે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું હતું કે “માહિકા મુંબઈના બાન્દ્રામાં એક રેસ્ટોરન્ટની સીડીઓ પરથી ઉતરી રહી હતી, ત્યારે કેટલાક પાપારાઝીએ તેનો અયોગ્ય એન્ગલથી વીડિયો શુટ કર્યો અને તસવીરો ક્લિક કરી. હાર્દિકે તેને અયોગ્ય ગણાવ્યું અને કહ્યું, "હું સમજું છું કે જાહેર જીવનમાં રહેવું મીડિયાના ધ્યાનનો ભાગ છે, પરંતુ આજે જે બન્યું તે હદ પાર કરી ગયું. આ વાયરલ કન્ટેન્ટ મુદ્દો નથી, પરંતુ આદરનો મુદ્દો છે." તેણે મીડિયાને વધુમાં અપીલ કરતા કહ્યું કે મહિલાઓ આદરને પાત્ર છે અને દરેકની વ્યક્તિગત સીમાઓ હોય છે. તેણે લખ્યું, "બધું કૅપ્ચર કરવાની જરૂર નથી, થોડી માનવતા રાખો."
ADVERTISEMENT
Hardik Pandya`s Instagram story. pic.twitter.com/GGuLKNe4GO
— Tanuj (@ImTanujSingh) December 9, 2025
હાર્દિક હાલમાં કટકમાં દક્ષિણ આફ્રિકા સામેની T20સિરીઝની તૈયારી કરી રહ્યો છે. એશિયા કપ પછી ભારતીય ટીમ માટે રમવાનો આ તેનો પહેલો પ્રસંગ હશે. હાર્દિક અને 24 વર્ષીય માહિકા શર્માના સંબંધો તાજેતરના મહિનાઓમાં સમાચારમાં રહ્યા છે. ઑક્ટોબર 2025 માં, પંડ્યાએ સોશિયલ મીડિયા પર ફોટા શૅર કરીને તેમના સંબંધોની પુષ્ટિ કરી. માહિકાની લોકપ્રિયતા ઝડપથી વધી છે. તાજેતરમાં, તેમની સગાઈની અફવાઓ પણ ફેલાઈ હતી. જોકે માહિકા શર્માએ રમૂજી અંદાજમાં આવી અફવાઓને ફગાવી દીધી છે. તેણે સફેદ વાળની વિગ પહેરેલી કાળી બિલાડીનો ફોટો શૅર કર્યો હતો જેમાં લખ્યું હતું કે ‘ઇન્ટરનેટના કહેવા મુજબ મેં સગાઈ કરી છે, પરંતુ હું તો દરરોજ સારાં ઘરેણાં પહેરું છું.’ એટલે કે ડાયમન્ડ રિંગ જેવાં ઘરેણાં તે દરરોજ પહેરે છે. પાપારાઝી વિશે ઉઠાવવામાં આવેલા પ્રશ્નોએ સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી છે. જ્યારે કેટલાક હાર્દિકના નિવેદનને સમર્થન આપે છે, તો કેટલાક કહે છે કે જાહેર વ્યક્તિ તરીકે કૅમેરાથી બચવું સરળ નથી. હાલમાં, ક્રિકેટ ચાહકો કટકમાં મૅચ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે, જ્યારે મેદાનની બહાર, આ મુદ્દો ફરી એકવાર મીડિયા નીતિશાસ્ત્ર અને સેલિબ્રિટી પ્રાઈવસી વિશે ચર્ચાઓને વેગ આપી રહ્યો છે.
હાર્દિક-માહિકાનો જિમ-રોમૅન્સ વાયરલ
ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ પોતાની ગર્લફ્રેન્ડ માહિકા શર્મા સાથે કેટલાક રોમૅન્ટિક ફોટો અને વીડિયો શૅર કર્યા હતા. જિમમાં વર્કઆઉટ દરમ્યાન બન્ને રોમૅન્સ કરતાં જોવા મળ્યાં હતાં.


