ઇશાંત શર્માને મળશે અર્જુન પુરસ્કાર, IPLમાં અર્ધશતક બનાવનારને આ સન્માન
ઇશાંત શર્મા (Ishant Sharma)
ટીમ ઇન્ડિયા(Team India)ના ફાસ્ટ બૉલર(Fast Bowler) ઇશાંત શર્મા (Ishant Sharma)ને અર્જુન પુરસ્કાર(Arjun Award) આપવાની ભલામણ કરવામાં આવી છે. ઇશાંત શર્મા તે 29 ખેલાડીઓમાં સામેલ છે જેમના નામની ભલામણ મંગળવારે રમત મંત્રાલયની પુરસ્કાર ચયનસમિતિએ આ વર્ષના અર્જુન પુરસ્કાર માટે કરવામાં આવી છે. અતુન દાસ, મહિલા હૉકી ખેલાડી દીપિકા ઠાકુર, ક્રિકેટર દીપક હુડ્ડા અને ટેનિસ ખેલાડી દિવિજ શરણના નામની ભલામણ આ પ્રતિષ્ઠિત પુરસ્કાર માટે કરવામાં આવી છે. 31 વર્ષના ઇશાંતે અત્યાર સુધી ભારત તરફથી 97 ટેસ્ટ અને 80 વનડે મેચ રમી છે અને તેના નામે 400થી વધારે ઇન્ટરનેશનલ વિકેટ નોંધાયેલી છે.
દીપક હુડ્ડાને પણ અર્જુન પુરસ્કાર
જણાવવાનું કે વડોદરાથી રણજી ટ્રૉફી રમનાર બૅટ્સમેન દીપક હુડ્ડને પણ અર્જુન પુરસ્કાર આપવાની ભલામણ કરવામાં આવી છે. દીપક હુડ્ડાએ અત્યાર સુધી ટીમ ઇન્ડિયામાં જગ્યા નથી બનાવી. તે 46 ફર્સ્ટ ક્લાસ મેચમાં 9 શતકની મદદથી 2908 રન્સ બનાવી ચૂક્યો છે. લિસ્ટ એમાં પણ તેણે લગભગ 39ની એવરેજથી 2059 રન્સ બનાવ્યા છે. આઇપીએલમાં સનરાઇજર્સ હૈદરાબાદ માટે રમનારા હુડ્ડા 45 મેચથી ફક્ત એક અર્ધશતક લગાવી શક્યો છે. હુડ્ડાને નામે 14.6ની એવરેજથી ફક્ત 524 રન્સ છે.
ADVERTISEMENT
સાક્ષી અને ચાનૂ પર આ અપડેટ
ઓલમ્પિક કાંસ્ય પદક વિજેતા સાક્ષી મલલિક અને પૂર્વ વિશ્વ ચેમ્પિયન વેટલિફ્ટર મીરાબાઈ ચાનીને પણ સમિતિનું સમર્થન મળ્યું છે પણ અંતિમ નિર્ણય રમત મંત્રી કિરન રીજીજૂ પર છે. કારણકે હાલ મહિલા ખેલાડીઓને પૂર્વમાં ખેલ રત્ન પુરસ્કાર મળી ચૂક્યો છે. સાક્ષીને 2016માં રિયો ઓલમ્પિકમાં કાંસ્ય પદક જીત્યા પછી ખેલ રત્ન પુરસ્કાર આપવામાં આવ્યો હતો જ્યારે મીરાબાઈએ વિશ્વ ચેમ્પિયનશિપમાં સ્વર્ણ પદક જીતવા માટે વર્ષ 2018માં ભારતીય ક્રિકેટ ટીમ કૅપ્ટન વિરાટ કોહલી સાથે આ પુરસ્કાર મેળવ્યો હતો.