Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner

ઈશાને લાજ રાખી

Published : 11 December, 2022 07:45 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સિરીઝ હાર્યા, પણ બંગલાદેશને છેલ્લી વન-ડેમાં ૨૨૭ રનથી કર્યું પરાજિત, કોહલીએ ફટકારી કરીઅરની ૪૪મી સેન્ચુરી

બંગલાદેશ સામે ડબલ સેન્ચુરી ફટકાર્યા બાદ ઈશાન કિશન.

બંગલાદેશ સામે ડબલ સેન્ચુરી ફટકાર્યા બાદ ઈશાન કિશન.


ઈશાન કિશનની આક્રમક અને રેકૉર્ડબ્રેકિંગ ડબલ સેન્ચુરીના દમ પર ભારતે બંગલાદેશ સામે ચટગાંવમાં રમાયેલી ત્રીજી અને છેલ્લી વન-ડેમાં ૨૨૭ રનથી આશ્વાસન રૂપી વિજય મેળવ્યો છે. ભલે આ વિજય બંગલાદેશ સામે કોઈ ટીમ કરતાં રનના આધારે સૌથી મોટો હોય, પરંતુ ભારતે સિરીઝ ૨-૧થી ગુમાવી છે. વળી બન્ને મૅચમાં ભારત જીતી શકે એવી સ્થિતિમાં હતું. 


વિરાટ કોહલીએ (૧૧૪) પોતાની ૪૪ની સદી ફટકારી હતી. ૪૦ મહિનાના અંતરાળ બાદ સદી ફટકારી, પરંતુ એ ઈશાન કિશને ૧૩૧ બૉલમાં ફટકારેલા ૨૧૦ રનના કારણે ઝાંખી પડી ગઈ. ભારતે ૮ વિકેટે ૪૦૯ રન બનાવ્યા હતા. ઈશાને ૧૨૬ બૉલમાં ૨૪ બાઉન્ડરી અને ૧૦ સિક્સની મદદથી ૨૦૦ રન બનાવ્યા હતા. 



આટલા વિશાળ સ્કોર સામે બંગલાદેશ ક્યાંય પડકારમાં નહોતું. તેણે ૩૪ ઓવરમાં ૧૮૨ રનમાં પોતાની તમામ વિકેટ ગુમાવી હતી. અક્ષર પટેલે ૨૨ રનમાં ૨ વિકેટ, શાર્દુલ ઠાકુરે ૩૦ રનમાં ૩ વિકેટ, ઉમરાન મલિકે ૪૩ રનમાં ૨ વિકેટ, મોહમ્મદ સિરાજે ૨૭ રનમાં એક વિકેટ તો કુલદીપ યાદવે ૫૩ રનમાં એક વિકેટ ઝડપી હતી. આમ તમામ બોલરોને વિકેટ મળી હતી. 


ઈશાન કિશનની આક્રમક બૅટિંગને કારણે આવતા વર્ષે યોજાનારા વર્લ્ડ કપ પહેલાં ભારતીય ટીમ મૅનેજમેન્ટ દબાણમાં આવી હશે તેમ જ તેમના પર આકરા નિર્ણયો લેવાનું દબાણ હશે, કારણ કે એવું લાગી રહ્યું હતું કે રોહિત શર્માનો ૨૬૪નો વર્લ્ડ રેકૉર્ડ પણ તૂટશે. 

0
અગાઉ કોઈ પણ ખેલાડી પોતાની પહેલી સદીને બેવડી સદીમાં પરિવર્તિત કરી શક્યો નહોતો. ઈશાન કિશન પહેલો છે. 

156
૨૧૦ રનની ઇનિંગ્સમાં કિશને આટલા રન બાઉન્ડરી દ્વારા મેળવ્યા હતા. અગાઉ રોહિતે ૧૮૬ રન તો માર્ટિન ગપ્ટિલે ૧૬૨ રન બાઉન્ડરી દ્વારા મેળવ્યા હતા.

24
શનિવારે કિશનની ઉંમર આટલા વર્ષ હતી. અગાઉ નાની ઉંમરે બેવડી સેન્ચુરીનો રેકૉર્ડ રોહિતના નામે હતો. ત્યારે તેની ઉંમર ૨૬ વર્ષની હતી. 

290
બીજી વિકેટ માટે કિશન અને કોહલી વચ્ચે આટલા રનની પાર્ટનરશિપ થઈ હતી, જે બંગલાદેશ સામે કોઈ પણ વિકેટ કરતાં વધુ હતી. અગાઉ હાશિમ અમલા અને ક્વિન્ટન ડિકૉક વચ્ચે ૨૮૨ રનની પાર્ટનરશિપ હતી.

`50,000
કોઈ તમને અડ્રેસ કરીને કહી રહ્યું હોય ત્યારે વચ્ચે હોંકારો ભણવો જરૂરી છે એનાથી તમે અટેન્શન સાથે સાંભળી રહ્યા છો એવું લાગશે

૩૦૦ રન કરી શક્યો હોત : ઈશાન

સૌથી ઝડપી ડબલ સેન્ચુરી બનાવનાર ઈશાન કિશને કહ્યું કે ૧૫ ઓવર બાકી હતી ત્યારે આઉટ થયો હતો. હું ૩૦૦ રન પણ બનાવી શક્યો હોત. તે ડબલ સેન્ચુરી કરનાર ચોથો ભારતીય બન્યો હતો. તેણે કહ્યું કે આવા દિગ્ગજો સાથે મારું નામ સાંભળીને ખુશ થયો છું. ૯૫ રન પર હતો ત્યારે સિક્સર ફટકારવા માગતો હતો, પરંતુ વિરાટે પહેલા સિંગલ્સ દ્વારા સદી પૂરી કરવા કહ્યું હતું. 

126
ડબલ સેન્ચુરી આટલા બૉલમાં ફટકારી હતી, જે વન-ડેમાં સૌથી ઝડપી છે. અગાઉ ક્રિસ ગેઇલે ૨૦૧૫ વર્લ્ડ કપમાં ૧૩૮ બૉલમાં ડબલ સેન્ચુરી ફટકારી હતી.

103
ઈશાને ૧૫૦ રન સુધી પહોંચવા આટલા બૉલનો સામનો કર્યો હતો. અગાઉ સેહવાગે ૧૧૨ બૉલમાં ૧૫૦ રન કર્યા હતા.

Whatsapp-channel Whatsapp-channel

11 December, 2022 07:45 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK