અને ૨૦૧૯થી ટ્રોફીની જમણી તરફ પોઝ આપનાર કૅપ્ટનની ટીમ બની છે ચૅમ્પિયન
ટ્રોફી સાથે શાહરુખ ખાન અને ગૌરી ખાન (જમણે) અને ચેપૉકમાં ફૅન્સનો આભાર માનતો કિંગ ખાન (ડાબે)
ફાઇનલ મૅચ પહેલાં આંકડાઓ અને ફોટો જોતાં કોલકાતા નાઇટ રાઇડર્સ ચૅમ્પિયન બનવાની ચર્ચા શરૂ થઈ હતી. એ ફોટો અને આંકડાઓ ચેન્નઈમાં ૨૬ મેએ સાચા સાબિત થયા હતા. ૨૦૧૮થી જે ટીમ ક્વૉલિફાયર-વન જીતીને ફાઇનલમાં પહોંચી છે એ જ ટીમે ટ્રોફી પણ ઉપાડી છે, જ્યારે ૨૦૧૯થી જે ટીમના કૅપ્ટને ફોટોશૂટ દરમ્યાન ટ્રોફીની જમણી તરફ ઊભા રહીને પોઝ આપ્યો હોય તેની જ ટીમ ચૅમ્પિયન બની છે. ૨૦૧૯ અને ૨૦૨૦માં રોહિત શર્માએ, ૨૦૨૧ અને ૨૦૨૩માં મહેન્દ્ર સિંહ ધોનીએ, ૨૦૨૨માં હાર્દિક પંડ્યાએ અને ૨૦૨૪માં શ્રેયસ ઐયરે ટ્રોફીની જમણી તરફ ઊભા રહીને પોઝ આપ્યો હતો અને તેમની ટીમ ચૅમ્પિયન પણ બની હતી.
૨૦૧૮થી ૨૦૨૪ના ક્વૉલિફાયર-વન અને સીઝન જીતનાર ટીમ |
||
સીઝન |
ક્વૉલિફાયર-વન |
ચૅમ્પિયન |
૨૦૧૮ |
ચેન્નઈની હૈદરાબાદ સામે બે વિકેટે જીત |
ચેન્નઈ |
૨૦૧૯ |
મુંબઈની ચેન્નઈ સામે ૬ વિકેટે જીત |
મુંબઈ |
૨૦૨૦ |
મુંબઈની દિલ્હી સામે ૫૭ રને જીત |
મુંબઈ |
૨૦૨૧ |
ચેન્નઈની દિલ્હી સામે ૧૦ વિકેટે જીત |
ચેન્નઈ |
૨૦૨૨ |
ગુજરાતની રાજસ્થાન સામે ૭ વિકેટે જીત |
ગુજરાત |
૨૦૨૩ |
ચેન્નઈની ગુજરાત સામે ૧૫ રને જીત |
ચેન્નઈ |
૨૦૨૪ |
કલકત્તાની હૈદરાબાદ સામે ૮ વિકેટે જીત |
કલકત્તા |
ADVERTISEMENT
જીત કા જશ્ન
શાહરુખ ખાનની ટીમ કોલકાતા નાઇટ રાઇડર્સનો રવિવારે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે મુકાબલો થયો હતો. એમાં શાહરુખની ટીમે ઇન્ડિયન પ્રીમિયર લીગની ટ્રોફી ત્રીજી વાર પોતાના નામે કરી હતી. મૅચ બાદ બધાએ સાથે મળીને પાર્ટી કરી હતી. ટ્રોફી સાથેનો ફોટો અનન્યા પાંડેએ ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો. તેની સાથે શાહરુખની દીકરી સુહાના ખાન અને સંજય કપૂરની દીકરી શનાયા કપૂર દેખાઈ રહી છે.
શાહરુખ ખાન અને શ્રેયસ ઐયર
જુહી ચાવલા, જય મહેતા અને તેમની દીકરી જાહ્નવી સાથે શાહરુખ અને તેની મૅનેજર પૂજા દાદલાણી