KKRના પાંચ પ્લેયર્સ પાસે ૧૦૦થી વધુ IPL મૅચ રમવાનો અનુભવ, ૨૧ સભ્યોની સ્ક્વૉડમાં માત્ર એક પ્લેયર નથી કરી શક્યો ડેબ્યુ
પ્રૅક્ટિસ દરમ્યાન કૅપ્ટન અજિંક્ય રહાણે.
બાવીસ માર્ચથી ઈડન ગાર્ડન્સમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) પોતાના IPL અભિયાનની શરૂઆત કરશે. શ્રેયસ ઐયરને રીટેન ન કરીને આ ફ્રૅન્ચાઇઝીએ આ વખતે કૅપ્ટન અજિંક્ય રહાણે અને વાઇસ-કૅપ્ટન વેન્કટેશ ઐયરને ટાઇટલ ડિફેન્ડ કરવાની જવાબદારી આપી છે. કૅપ્ટન તરીકે પચીસમાંથી માત્ર નવ મૅચ જીતનાર અજિંક્ય રહાણે પાસે પોતાનો કૅપ્ટન્સી રેકૉર્ડ સુધારવાની તક રહેશે.
ટૉપ ઑર્ડર માટે ફ્રૅન્ચાઇઝી પાસે સારા અનુભવી પ્લેયર્સ છે અને ફિનિશર તરીકે રિન્કુ સિંહ, વેન્કટેશ ઐયર, આન્દ્રે રસેલ જેવા ઑલરાઉન્ડર્સ પણ છે. મિસ્ટરી સ્પિનર સુનીલ નારાયણ, વરુણ ચક્રવર્તીની સાથે ટીમ પાસે હર્ષિત રાણા, ચેતન સાકરિયા, સ્પેન્સર જૉન્સન અને ઍન્રિક નૉર્ખિયા જેવા ફાસ્ટ બોલર્સના પણ સારા વિકલ્પ છે. ઇન્જરી સહિતની મુશ્કેલી ન પડે તો આ ટીમ એકજૂથ થઈને દરેક ટીમને હંફાવી શકે છે.
ADVERTISEMENT
IPL 2025નો સૌથી ઓલ્ડેસ્ટ કૅપ્ટન હોવાની સાથે અજિંક્ય રહાણે આ ટીમમાં સૌથી વધુ મૅચ રમવાનો અનુભવ ધરાવે છે. ઑલરાઉન્ડર મોઈન અલી આ ટીમનો ઓલ્ડેસ્ટ પ્લેયર છે, જ્યારે ટૉપ ઑર્ડર બૅટર અંગક્રિશ રઘુવંશી ટીમનો યંગેસ્ટ પ્લેયર છે. આ ટીમમાં પાંચ પ્લેયર્સ પાસે IPLમાં ૧૦૦થી વધુ મૅચ રમવાનો અનુભવ છે, જ્યારે ૨૧ સભ્યોની આ સ્ક્વૉડમાંથી માત્ર એક જ પ્લેયર આ ટુર્નામેન્ટમાં ડેબ્યુ કરી શક્યો નથી. કલકત્તાએ ૧૧૯.૯૫ કરોડ રૂપિયા ખર્ચીને આ મજબૂત ટીમ બનાવી છે. ૧૦ પ્લેયર્સ ૩૦ પ્લસની ઉંમર ધરાવે છે. આ ટીમ આઠ વાર પ્લે-ઑફમાં પહોંચી છે અને ત્રણ વાર ચૅમ્પિયન બની છે.
કલકત્તાનો કોચિંગ સ્ટાફ
કોચ : ચંદ્રકાંત પંડિત
મેન્ટર : ડ્વેઇન બ્રાવો
બોલિંગ કોચ : ભરત અરુણ
સ્પિન બોલિંગ કોચ : કાર્લ ક્રો
સહાયક કોચ : ઓટિસ ગિબ્સન
KKRનો IPL રેકૉર્ડ |
|
કુલ મૅચ |
૨૫૨ |
જીત |
૧૩૦ |
હાર |
૧૧૭ |
ટાઇ |
૦૪ |
નો-રિઝલ્ટ |
૦૧ |
જીતની ટકાવારી |
૫૧.૫૮ |
પ્લેયર્સની ઉંમર અને IPL અનુભવ |
અજિંક્ય રહાણે (૩૬ વર્ષ) - ૧૮૫ મૅચ |
સુનીલ નરૅન (૩૬ વર્ષ) - ૧૭૭ મૅચ |
મનીષ પાંડે (૩૫ વર્ષ) - ૧૭૧ મૅચ |
આન્દ્રે રસેલ (૩૬ વર્ષ) - ૧૨૭ મૅચ |
ક્વિન્ટન ડી કૉક (૩૨ વર્ષ) - ૧૦૭ મૅચ |
વરુણ ચક્રવર્તી (૩૩ વર્ષ) - ૭૧ મૅચ |
મોઇન અલી (૩૭ વર્ષ) - ૬૭ મૅચ |
વેન્કટેશ ઐયર (૩૦ વર્ષ) - ૫૧ મૅચ |
રિન્કુ સિંહ (૨૭ વર્ષ) - ૪૬ મૅચ |
ઍન્રિક નૉર્ખિયા (૩૧ વર્ષ) - ૪૬ મૅચ |
મયંક માર્કન્ડે (૨૭ વર્ષ) - ૩૭ મૅચ |
રોવમૅન પોવેલ (૩૧ વર્ષ) - ૨૭ મૅચ |
હર્ષિત રાણા (૨૩ વર્ષ) - ૨૧ મૅચ |
વૈભવ અરોરા (૨૭ વર્ષ) - ૨૦ મૅચ |
રમનદીપ સિંહ (૨૭ વર્ષ) - ૨૦ મૅચ |
ચેતન સાકરિયા (૨૭ વર્ષ) - ૧૯ મૅચ |
રહમાનુલ્લાહ ગુરબાઝ (૨૩ વર્ષ સ) - ૧૪ મૅચ |
અનુકુલ રૉય (૨૬ વર્ષ) - ૧૧ મૅચ |
અંગક્રિશ રઘુવંશી (૨૦ વર્ષ સ) - ૧૦ મૅચ |
સ્પેન્સર જોહ્નસન (૨૯ વર્ષ) - ૦૫ મૅચ |
લવનિથ સિસોદિયા (૨૫ વર્ષ) - ૦૦ |
IPL 2008થી 2024 સુધી પૉઇન્ટ્સ ટેબલમાં ટીમનું સ્થાન |
૨૦૦૮ - છઠ્ઠું |
૨૦૦૯ - આઠમું |
૨૦૧૦ - છઠ્ઠું |
૨૦૧૧ - ચોથું |
૨૦૧૨ - ચૅમ્પિયન |
૨૦૧૩ - સાતમું |
૨૦૧૪ - ચૅમ્પિયન |
૨૦૧૫ - પાંચમું |
૨૦૧૬ - ચોથું |
૨૦૧૭ - ત્રીજું |
૨૦૧૮ - ત્રીજું |
૨૦૧૯ - પાંચમું |
૨૦૨૦ - પાંચમું |
૨૦૨૧ - ચોથું |
૨૦૨૨ - સાતમું |
૨૦૨૩ - સાતમું |
૨૦૨૪ - ચૅમ્પિયન |

