એ સમયે રૈનાએ પંજાબની ટીમ સામે ૧૦૦ રનની અણનમ ઇનિંગ્સ રમી હતી અને મુંબઈ સામેની આગામી મૅચમાં તે ગોલ્ડન ડક આઉટ થયો હતો.
ઈશાન કિશન
સનરાઇઝર્સ હૈદરાબાદ માટે ડેબ્યુ મૅચમાં રાજસ્થાન રૉયલ્સ સામે ૪૭ બૉલમાં ૧૦૬ રનની ઇનિંગ્સ રમનાર સ્ટાર બૅટર ઈશાન કિશન ગુરુવારે લખનઉ સુપર જાયન્ટ્સ સામેની મૅચમાં ગોલ્ડન ડક પર આઉટ થયો હતો. આ સાથે તે IPLમાં સેન્ચુરી ફટકાર્યા બાદ ગોલ્ડન ડક પર આઉટ થનાર બીજો પ્લેયર બની ગયો છે. આ ઘટના ૧૨ વર્ષ બાદ બની છે.
આ પહેલાં IPL 2013માં ચેન્નઈ સુપર કિંગ્સ માટે રમતાં સુરેશ રૈના સાથે આ ઘટના પહેલી વાર બની હતી. એ સમયે રૈનાએ પંજાબની ટીમ સામે ૧૦૦ રનની અણનમ ઇનિંગ્સ રમી હતી અને મુંબઈ સામેની આગામી મૅચમાં તે ગોલ્ડન ડક આઉટ થયો હતો.
ADVERTISEMENT
ગોલ્ડન ડક બૅટર પહેલા જ બૉલમાં આઉટ થઈ જાય એને ગોલ્ડન ડક કહેવાય છે.

