વિકેટકીપર રિષભ પંતની સોશ્યલ મીડિયા પોસ્ટે નવી ચર્ચાને જન્મ આપ્યો છે
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025માં ક્રિકેટ ફૅન્સ મોટા ફેરફાર જોવા ઉત્સુક છે. આ બધા વચ્ચે વિકેટકીપર રિષભ પંતની સોશ્યલ મીડિયા પોસ્ટે નવી ચર્ચાને જન્મ આપ્યો છે. આ પોસ્ટમાં રિષભ પંતે પોતાની અને દિગ્ગજ અભિનેતા રજનીકાંતની એક તસવીર શૅર કરી છે જેમાં બન્ને એક જ સ્ટાઇલમાં બેઠા છે. પંતે આ ફોટોની કૅપ્શનમાં ‘થલાઇવા’ લખ્યું છે. રજનીકાંતને તેમના ફૅન્સ પ્રેમથી ‘થલાઇવા’ કહે છે. તામિલમાં થલાઇવાનો અર્થ લીડર અથવા બૉસ થાય છે. ફૅન્સ આ પોસ્ટને મહેન્દ્ર સિંહ ધોનીની ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) સાથે જોડી રહ્યા છે. કેટલાક યુઝર્સ માને છે કે પંત આવતા વર્ષથી ચેન્નઈ માટે રમશે. ધોનીએ ૨૦૧૬માં આવી જ પોસ્ટ શૅર કરી હતી.