પહેલી એપ્રિલે IPLની ૧૩મી મૅચ માટે લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સની ટીમ હાલમાં ઉત્તર પ્રદેશના લખનઉના એકાના સ્ટેડિયમમાં પ્રૅક્ટિસ કરી રહી છે. પંજાબ કિંગ્સે પ્રૅક્ટિસ-સેશન દરમ્યાનનો એક સુંદર વિડિયો શૅર કર્યો છે.
હેડ કોચ રિકી પૉન્ટિંગ દીકરાને ક્રિકેટર બનાવવાની જોરદાર તૈયારી કરી રહ્યો છે
પહેલી એપ્રિલે IPLની ૧૩મી મૅચ માટે લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સની ટીમ હાલમાં ઉત્તર પ્રદેશના લખનઉના એકાના સ્ટેડિયમમાં પ્રૅક્ટિસ કરી રહી છે. પંજાબ કિંગ્સે પ્રૅક્ટિસ-સેશન દરમ્યાનનો એક સુંદર વિડિયો શૅર કર્યો છે. એમાં પંજાબનો હેડ કોચ રિકી પૉન્ટિંગ પોતાના એકમાત્ર ૧૦ વર્ષના દીકરા ફ્લેચર વિલિયમ પૉન્ટિંગને ક્રિકેટ શીખવી રહ્યો છે. બે મોટી બહેન ધરાવતો ફ્લેચર છેલ્લાં કેટલાંક વર્ષથી IPL ફ્રૅન્ચાઇઝીના પ્રૅક્ટિસ-સેશનમાં હાજર રહીને ક્રિકેટર બનવાની જબરદસ્ત તૈયારી કરી રહ્યો છે.

