ગઈ સીઝનમાં બૅન્ગલોરને બન્ને મૅચમાં માત આપી હતી રાજસ્થાને, જયપુરમાં રાજસ્થાન સામે નવમાંથી ચાર મૅચ જીત્યું છે બૅન્ગલોર
આજે રીસાઇકલ્ડ ફૅબ્રિકમાંથી બનેલી ગ્રીન જર્સી પહેરીને રમશે બૅન્ગલોરની ટીમ.
IPL 2025ની ૨૮મી મૅચ આજે રાજસ્થાન રૉયલ્સ (RR) અને રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB) વચ્ચે રમાશે. છેલ્લી મૅચ હારીને આવેલી બન્ને ટીમ જીતના ટ્રૅક પર વાપસી કરવાનો ટાર્ગેટ રાખશે. આ મૅચમાં ઇંગ્લૅન્ડના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર અને બૅન્ગલોરની ઓપનિંગ જોડી ફિલ સૉલ્ટ-વિરાટ કોહલી વચ્ચેની ટક્કર ફૅન્સને ભરપૂર મનોરંજન આપશે.
રાજસ્થાનના કૅપ્ટન સંજુ સૅમસન અને હેડ કોચ રાહુલ દ્રવિડ સાથેના સપોર્ટ સ્ટાફના સભ્ય સાથે મજાક-મસ્તી કરતો જોવા મળ્યો બૅન્ગલોરનો અનુભવી બૅટર વિરાટ કોહલી.
ADVERTISEMENT
૨૦૨૪ની સીઝનમાં બૅન્ગલોર સામે બન્ને મૅચ જીતનાર રાજસ્થાન આ ટીમ સામે હૅટ-ટ્રિક જીતનો પ્રયાસ કરશે. રાજસ્થાન રૉયલ્સના જૂના હોમ ગ્રાઉન્ડ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં વર્તમાન સીઝનની પહેલી IPL મૅચ રમાશે. અહીં બૅન્ગલોર સામે રાજસ્થાન નવમાંથી પાંચ મૅચ જીત્યું છે. આ મેદાન પર બૅન્ગલોરે હોમ ટીમ સામે ૨૦૧૦, ૨૦૧૧, ૨૦૧૨ અને ૨૦૨૩ની સીઝનમાં જ એક-એક જીત નોંધાવી હતી.
હેડ-ટુ-હેડ રેકૉર્ડ |
|
કુલ મૅચ |
૩૨ |
RCBની જીત |
૧૫ |
RRની જીત |
૧૪ |
નો રિઝલ્ટ |
૦૩ |
મૅચનો સમય
બપોરે 3.3૦ વાગ્યાથી

