રાજસ્થાનના ૨૦૬ રનના ટાર્ગેટ સામે પંજાબ નવ વિકેટે ૧૫૫ રન બનાવી ૫૦ રને હાર્યું : પહેલી ઇનિંગ્સમાં તાબડતોડ બૅટિંગ બાદ બીજી ઇનિંગ્સમાં બોલર્સને કારણે રાજસ્થાને મૅચમાં શાનદાર વાપસી કરી
IPL 2025ની ૧૮મી મૅચમાં પંજાબ કિંગ્સ સામે ૫૦ રને રાજસ્થાન રોયલ્સે જીત નોંધાવી છે
IPL 2025ની ૧૮મી મૅચમાં પંજાબ કિંગ્સ સામે ૫૦ રને રાજસ્થાન રોયલ્સે જીત નોંધાવી છે. ટૉસ હારીને પહેલાં બેટિંગ કરતાં રાજસ્થાને ઓપનર યશસ્વી જાયસવાલની શાનદાર કમબૅક ઇનિંગ્સની મદદથી ચાર વિકેટ ગુમાવી ૨૦૫ રન ફટકારી દીધા હતા. સીઝનની પહેલી બે મૅચ જીતનાર પંજાબ ૨૦૬ રનના ટાર્ગેટ સામે નવ વિકેટે ૧૫૫ રન જ બનાવી શક્યું હતું. સીઝનમાં રાજસ્થાનની આ સતત બીજી જીત હતી, જ્યારે પંજાબ પહેલી વાર હાર્યું છે.
રાજસ્થાન માટે ઓપનર્સ યશસ્વી જાયસવાલ (૪૫ બૉલમાં ૬૭ રન) અને કૅપ્ટન સંજુ સૅમસને (૨૬ બૉલમાં ૩૮ રન) સાથે મળી ૮૯ રનની ધમાકેદાર પાર્ટનરશિપ કરી હતી. યંગ બૅટર રિયાન પરાગે (પચીસ બૉલમાં ૪૩ રન અણનમ) ચોથી વિકેટ માટે શિમરન હેટમાયર (૧૨ બૉલમાં ૨૦ રન) સાથે ૪૭ રનની ભાગીદારી કરી ટીમનો સ્કોર ૧૮૦ સુધી કર્યો હતો. વિકેટકીપર-બૅટર ધ્રુવ જુરેલે પાંચ બૉલમાં ૧૩ રનની અણનમ ઇનિંગ્સ રમીને ટીમનો સ્કોર ૨૦૦ પ્લસ કરવામાં મદદ કરી હતી.
ADVERTISEMENT
૨૦૬ રનનો ટાર્ગેટ ચેઝ કરવા ઊતરેલા પંજાબને રાજસ્થાનના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરે (પચીસ રનમાં ત્રણ વિકેટ) પહેલી જ ઓવરમાં બે ઝટકા આપ્યા હતા. ઓપનર પ્રિયાંશ આર્યા (શૂન્ય) અને કૅપ્ટન શ્રેયસ ઐયર (પાંચ બૉલમાં ૧૦ રન)ની વિકેટ ગુમાવ્યા બાદ પંજાબ માટે યંગ બૅટર નેહલ વાઢેરા (૪૧ બૉલમાં ૬૨)એ બાજી સંભાળી લીધી હતી. તેણે પાંચમી વિકેટ માટે સ્ટાર ઑલરાઉન્ડર ગ્લેન મૅક્સવેલ (૨૧ બૉલમાં ૩૦ રન) સાથે ૮૮ રનની મોટી ભાગીદારી કરી જીતની આશા જીવંત રાખી હતી, પણ ૧૫મી ઓવરના અંતે બન્નેની બૅક-ટુ-બૅક વિકેટ પડતાં રાજસ્થાનની મૅચમાં વાપસી થઈ હતી. રાજસ્થાનના સ્પિનર મહિશ થીક્ષણા અને ફાસ્ટ બોલર સંદીપ શર્માને પણ બે-બે સફળતા મળી હતી.
IPLમાં કોણ કેટલા પાણીમાં? |
|||||
ટીમ |
મૅચ |
જીત |
હાર |
નેટ રન-રેટ |
પૉઇન્ટ |
દિલ્હી |
3 |
3 |
૦ |
+૧.૨૫૮ |
૬ |
બૅન્ગલોર |
૩ |
૨ |
૧ |
+૧.૧૪૯ |
૪ |
ગુજરાત |
૩ |
૨ |
૧ |
+૦.૮૦૭ |
૪ |
પંજાબ |
૩ |
૨ |
૧ |
+૦.૦૭૪ |
૪ |
કલકત્તા |
૪ |
૨ |
૨ |
+૦.૦૭૦ |
૪ |
લખનઉ |
૪ |
૨ |
૨ |
+૦.૦૪૮ |
૪ |
રાજસ્થાન |
૪ |
૨ |
૨ |
-૦.૧૮૫ |
૪ |
મુંબઈ |
૪ |
૧ |
૩ |
+૦.૧૦૮ |
૨ |
ચેન્નઈ |
૪ |
૧ |
૩ |
-૦.૮૯૧ |
૨ |
હૈદરાબાદ |
૪ |
૧ |
૩ |
-૧.૬૧૨ |
૨ |
32
આટલી IPL જીત સાથે રાજસ્થાનનો સૌથી સફળ કૅપ્ટન બન્યો સંજુ સૅમસન.

