અહેવાલો અનુસાર દ્રવિડ આ વર્ષના અંતમાં યોજાનારા ઑક્શન પહેલાં ખેલાડીઓના રીટેન્શન જેવા મહત્ત્વના મુદ્દા પર કામ કરવાનું શરૂ કરશે
રાહુલ દ્રવિડ
T20 વર્લ્ડ કપ 2024 જીતનાર ભારતીય ટીમનો હેડ કોચ રાહુલ દ્રવિડ IPL 2025માં રાજસ્થાન રૉયલ્સનો મુખ્ય કોચ બની શકે છે. અહેવાલો અનુસાર દ્રવિડ આ વર્ષના અંતમાં યોજાનારા ઑક્શન પહેલાં ખેલાડીઓના રીટેન્શન જેવા મહત્ત્વના મુદ્દા પર કામ કરવાનું શરૂ કરશે. છેલ્લાં ત્રણ વર્ષથી રૉયલ્સના ક્રિકેટ ડિરેક્ટરનું પદ સંભાળી રહેલો કુમાર સંગાકારા તેની ભૂમિકા જાળવી રાખશે. ભારતીય ટીમનો ભૂતપૂર્વ બૅટિંગ કોચ વિક્રમ રાઠોડ આ ટીમનો સહાયક કોચ બની શકે છે.
દ્રવિડ ૨૦૧૨ અને ૨૦૧૩માં રાજસ્થાન રૉયલ્સનો કૅપ્ટન હતો અને ૨૦૧૪થી બે વર્ષ માટે મેન્ટર બન્યો હતો. ત્યાર બાદ તેણે ૨૦૧૬માં દિલ્હી કૅપિટલ્સમાં અને બૅન્ગલોરમાં નૅશનલ ક્રિકેટ ઍકૅડેમી (NCA )નું નેતૃત્વ કર્યું હતું. તે ભારતની અન્ડર-19 અને લિસ્ટ A ટીમને પણ સફળ કોચિંગ આપી ચૂક્યો છે. દ્રવિડ ૨૦૨૧માં NCA છોડીને રવિ શાસ્ત્રીની જગ્યાએ ભારતીય ટીમનો હેડ કોચ બન્યો હતો.