વાનખેડે સ્ટેડિયમમાં આ જીત સાથે મુંબઈએ કલકત્તાની ફ્રૅન્ચાઇઝીનો એક મોટો રેકૉર્ડ તોડ્યો છે. મુંબઈ હવે એક સ્ટેડિયમમાં સૌથી વધુ IPL જીત મેળવનારી ટીમ બની ગઈ છે.
વાનખેડે સ્ટેડિયમના ડ્રેસિંગ રૂમમાં નીતા અંબાણી સાથે પહેલી જીતની ઉજવણી કરી મુંબઈની ટીમે.
મુંબઈ ઇન્ડિયન્સે વર્તમાન સીઝનની ઘરઆંગણે રમાયેલી પ્રથમ મૅચમાં ૮ વિકેટે ડિફેન્ડિંગ ચૅમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) પર IPLના ઇતિહાસની રેકૉર્ડ ૨૪મી જીત સાથે પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું હતું.
વાનખેડે સ્ટેડિયમમાં આ જીત સાથે મુંબઈએ કલકત્તાની ફ્રૅન્ચાઇઝીનો એક મોટો રેકૉર્ડ તોડ્યો છે. મુંબઈ હવે એક સ્ટેડિયમમાં સૌથી વધુ IPL જીત મેળવનારી ટીમ બની ગઈ છે. મુંબઈએ વાનખેડે સ્ટેડિયમમાં ૫૩મી જીત મેળવી છે. એણે કલકત્તાનો ઈડન ગાર્ડન્સમાં બાવન મૅચ જીતવાનો રેકૉર્ડ તોડ્યો છે. મુંબઈ અને કલકત્તા સિવાય માત્ર ચેન્નઈ સુપર કિંગ્સ એક સ્ટેડિયમમાં પચાસથી વધુ જીત મેળવવામાં સફળ રહી છે.
ADVERTISEMENT
એક સ્ટેડિયમમાં સૌથી વધુ IPL મૅચ જીતનારી ટીમ
વાનખેડે સ્ટેડિયમ : મુંબઈની ૮૬ મૅચમાંથી ૫૩ જીત
ઈડન ગાર્ડન્સ : કલકત્તાની ૮૯ મૅચમાંથી બાવન જીત
ચેપૉક સ્ટેડિયમ : ચેન્નઈની ૭૩ મૅચમાંથી ૫૧ જીત
ચિન્નાસ્વામી સ્ટેડિયમ : બૅન્ગલોરની ૯૧ મૅચમાંથી ૪૪ જીત
સવાઈ માનસિંહ સ્ટેડિયમ : રાજસ્થાનની ૫૭ મૅચમાંથી ૩૭ જીત
24
આટલી જીત કલકત્તા સામે જીતી, એક ટીમ સામે સૌથી વધુ મૅચ જીતવાનો રેકૉર્ડ જાળવી રાખ્યો મુંબઈએ

