IPLની આગામી સીઝન માટે લગભગ નક્કી થઈ ગયું છે કે મહેન્દ્ર સિંહ ધોનીને ચેન્નઈ સુપર કિંગ્સમાં અનકૅપ્ડ પ્લેયર તરીકે રીટેન કરવામાં આવશે જેને કારણે આ દિગ્ગજ ક્રિકેટરને સૅલેરીમાં ૬૬.૬૭ ટકાનું નુકસાન થશે
મહેન્દ્ર સિંહ ધોની
IPLની આગામી સીઝન માટે લગભગ નક્કી થઈ ગયું છે કે મહેન્દ્ર સિંહ ધોનીને ચેન્નઈ સુપર કિંગ્સમાં અનકૅપ્ડ પ્લેયર તરીકે રીટેન કરવામાં આવશે જેને કારણે આ દિગ્ગજ ક્રિકેટરને સૅલેરીમાં ૬૬.૬૭ ટકાનું નુકસાન થશે અને આખી સીઝનમાં માત્ર ચાર કરોડ રૂપિયા મળશે. IPL ૨૦૦૮ના ઑક્શનમાં તેને ચેન્નઈએ ૬ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ૨૦૧૦ સુધી તેને સમાન કિંમતે રીટેન કરવામાં આવ્યો હતો. ૨૦૧૧થી ૨૦૧૩ સુધી ૮.૨૮ કરોડ, ૨૦૧૪થી ૨૦૧૭ સુધી ૧૨.૫ કરોડ, ૨૦૧૮થી ૨૦૨૧ સુધી ૧૫ કરોડ અને ૨૦૨૨થી ૨૦૨૪ સુધી તેણે ૧૨ કરોડ રૂપિયા કમાણી કરી હતી.