ટુર્નામેન્ટના ઇતિહાસમાં સૌથી વધુ ૨૦૫ વિકેટ લેનાર ચહલ ઑક્શનમાં સૌથી મોંઘો સ્પિનર બન્યો છે. તે છેલ્લી સીઝનમાં ૬.૫૦ કરોડ રૂપિયામાં રાજસ્થાન રૉયલ્સ માટે રમ્યો હતો
યુઝવેન્દ્ર ચહલ
ભારતીય સ્પિનર યુઝવેન્દ્ર ચહલને મેગા ઑક્શનમાં પંજાબ કિંગ્સે ૧૮ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. ટુર્નામેન્ટના ઇતિહાસમાં સૌથી વધુ ૨૦૫ વિકેટ લેનાર ચહલ ઑક્શનમાં સૌથી મોંઘો સ્પિનર બન્યો છે. તે છેલ્લી સીઝનમાં ૬.૫૦ કરોડ રૂપિયામાં રાજસ્થાન રૉયલ્સ માટે રમ્યો હતો. પંજાબ સામે હૈદરાબાદ, લખનઉ અને ચેન્નઈએ પણ ચહલ માટે બોલી લગાવતાં તેની કિંમત ૧૮ કરોડ સુધી પહોંચી ગઈ અને તેને સૅલેરીમાં સીધો ૧૧.૫૦ કરોડ રૂપિયાનો ફાયદો થયો છે.
એક ઇન્ટરવ્યુમાં તેણે કહ્યું કે ‘હું ખૂબ જ નર્વસ હતો. મને ચિંતા હતી, કારણ કે છેલ્લાં ત્રણ વર્ષથી મને જે પણ મળી રહ્યું હતું એને એકસાથે મૂકીએ તો મને એ એક જ વર્ષમાં મળી રહ્યું છે. હું ૧૨-૧૩ કરોડ રૂપિયા જેવું વિચારી રહ્યો હતો. મને લાગે છે કે હું એને લાયક છું. હું ખૂબ ઉત્સાહી છું.’
ADVERTISEMENT
તેણે ઉલ્લેખ કર્યો હતો કે પંજાબ કિંગ્સ તરફથી હેડ કોચ રિકી પૉન્ટિંગ અને શ્રેયસ ઐયર જેવા સાથી-પ્લેયર્સ સાથે રમવા માટે ઉત્સાહી છું.