IPL 2025 Mega Auction: સૂર્યવંશીએ ઑસ્ટ્રેલિયા સામે ભારતીય અંડર-19 ટીમ તરફથી રમતા યુવા ટેસ્ટમાં પણ સદી ફટકારી હતી. જોકે તે ફ્લૉપ રહેતા હવે તે આઇપીએલમાં કયા પ્રકારનું પરફોર્મ કરશે તેને લઈને લોકોમાં ઉત્સાહ છે.
આઇપીએલ ઑક્શનમાં વૈભવ સૂર્યવંશી પર લાગી 1.10 કરોડની બિડ (તસવીર: મિડ-ડે)
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025 માટે ખેલાડીઓનું મેગા ઑક્શન (IPL 2025 Mega Auction) ચાલી રહ્યું છે. જાણવા જેવી બાબત એ છે કે આ વખતે ભારતીય ખેલાડીઓ પર કરોડો રૂપિયાની બિડ લગાડવામાં આવી છે જેને પગલે રિષભ પંત સૌથી મોંઘો ખેલાડી બન્યો છે, પણ તેના સાથે એક એવો ખેલાડી છે જેના નામની પણ જોરદાર ચર્ચા થઈ રહી છે. આ ખેલાડી છે માત્ર 13 વર્ષનો વૈભવ સૂર્યવંશી જેને આઇપીએલ રમવાના એક કરોડ કરતાં પણ વધુ પૈસા મળવાના છે, જોકે હાલમાં તે એક મૅચમાં માત્ર એક રન બનાવી આઉટ થઈ ગયો છે.
આઈપીએલ હરાજીના ઈતિહાસમાં સૌથી નાની વયનો ઑક્શન કરવામાં આવેલો ખેલાડી 13 વર્ષના વૈભવ સૂર્યવંશી (IPL 2025 Mega Auction) એશિયા કપમાં પાકિસ્તાન સામે સુપર ફ્લૉપ રહ્યો હતો. શનિવારે અંડર-19 એશિયા કપમાં ભારતની પહેલી મૅચમાં લેફટી ઓપનર નવ બૉલમાં માત્ર એક રન બનાવીને આઉટ થયો હતો. ફાસ્ટ બૉલર અલી રઝાનો એંગલ બૉલ તેના બેટની જાડી કિનારી પર લાગ્યો હતો, જેને કેચ કરવામાં કેપ્ટન અને વિકેટકીપર સાદ બેગે કોઈ ભૂલ કરી ન હતી.
ADVERTISEMENT
IPL 2025ની હરાજીમાં ઈતિહાસ રચાયો હતો
બિહારના સમસ્તીપુરમાં રહેતા 13 વર્ષના વૈભવ સૂર્યવંશીને રાજસ્થાન રૉયલ્સે (IPL 2025 Mega Auction) 1 કરોડ 10 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. વૈભવની મૂળ કિંમત 30 લાખ હતી. ત્યારથી તમામની નજર આ ટૂર્નામેન્ટ પર એ જોવા માટે હતી કે તે કરોડપતિ બન્યા બાદ તેની પ્રથમ મૅચમાં વૈભવ સૂર્યવંશી કેવી રીતે રમે છે. સૂર્યવંશીએ ઑસ્ટ્રેલિયા સામે ભારતીય અંડર-19 ટીમ તરફથી રમતા યુવા ટેસ્ટમાં પણ સદી ફટકારી હતી. જોકે તે ફ્લૉપ રહેતા હવે તે આઇપીએલમાં કયા પ્રકારનું પરફોર્મ કરશે તેને લઈને લોકોમાં ઉત્સાહ છે.
UAEના દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહેલી મૅચમાં પાકિસ્તાને ટૉસ જીતીને પ્રથમ બૅટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ડાબા હાથના ઓપનર શાઝેબ ખાનની 159 રનની વિસ્ફોટક ઇનિંગને કારણે પાકિસ્તાને નિર્ધારિત 50 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 281 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. માત્ર 17 વર્ષનો આયુષ મ્હાત્રે, જેણે ડોમેસ્ટિક ક્રિકેટમાં ધૂમ મચાવી હતી, તે ચોથી ઓવરમાં 20 રન બનાવીને આઉટ થયો હતો. બીજી જ ઓવરમાં સૂર્યવંશી પણ ચાલ્યો ગયો. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ભારત ટૂર્નામેન્ટનું ફેવરિટ છે કારણ કે તેણે 10માંથી 8 વખત ટ્રોફી ઉપાડી છે. જ્યારે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન (IPL 2025 Mega Auction) આ ટૂર્નામેન્ટ 1-1 વખત જીતી છે. ગત વર્ષે ભારતને સેમીફાઈનલમાં બાંગ્લાદેશ સામે હારનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે ટીમ સતત ચોથી વખત ટાઈટલ જીતી શકી ન હતી.