દિલ્હીએ રાઇટ-ટુ-મૅચ (RTM) કાર્ડની મદદથી તેને ફરી ટીમમાં સામેલ કરવાનો પ્રયત્ન કર્યો પણ લખનઉ સુપર જાયન્ટ્સે ૨૭ કરોડ રૂપિયાની ઐતિહાસિક બોલી લગાવી જેની બરાબરી દિલ્હીની ફ્રૅન્ચાઇઝી ન કરી શકી.
રિષભ પંતે દિલ્હી કૅપિટલ્સ સાથેની યાદગાર ક્ષણોના ફોટો શૅર કર્યા હતા
IPL 2025ના મેગા ઑક્શન પહેલાં મતભેદોને કારણે રિષભ પંતે દિલ્હી કૅપિટલ્સમાંથી રિલીઝ થઈને ઑક્શનમાં ઊતરવાનું નક્કી કર્યું હતું. દિલ્હીએ રાઇટ-ટુ-મૅચ (RTM) કાર્ડની મદદથી તેને ફરી ટીમમાં સામેલ કરવાનો પ્રયત્ન કર્યો પણ લખનઉ સુપર જાયન્ટ્સે ૨૭ કરોડ રૂપિયાની ઐતિહાસિક બોલી લગાવી જેની બરાબરી દિલ્હીની ફ્રૅન્ચાઇઝી ન કરી શકી.
ગઈ કાલે ભારતીય વિકેટકીપર-બૅટર રિષભ પંતે દિલ્હીની ટીમ સાથેની ૨૦૧૬થી ૨૦૨૪ સુધીની યાદગાર ક્ષણોનો એક વિડિયો શૅર કરી ફ્રૅન્ચાઇઝીનો આભાર માન્યો હતો. આ પોસ્ટ બાદ દિલ્હી ફ્રૅન્ચાઇઝીના કો-ઓનર પાર્થ જિંદલે સોશ્યલ મીડિયા પર એક ઇમોશનલ પોસ્ટ કરતાં લખ્યું હતું કે ‘રિષભ, તું મારો નાનો ભાઈ છે અને હંમેશાં રહીશ. હું તને દિલથી પ્રેમ કરું છું. મેં હંમેશાં પ્રયત્ન કર્યો છે કે તું ખુશ રહે અને મારા પરિવારના સભ્યની જેમ રહે. તને ટીમમાંથી જતા જોઈને દુઃખ થાય છે. હું ભાવુક છું. તું હંમેશાં દિલ્હી કૅપિટલ્સનો ભાગ રહેશે અને આશા છે કે એક દિવસ આપણે ફરી ભેગા થઈશું. દુનિયા જીતો, દિલ્હી કૅપિટલ્સ તરફથી શુભેચ્છાઓ.’