૧.૫૦ કરોડ રૂપિયાની બેઝ-પ્રાઇસવાળો આ પ્લેયર ૨૦૧૫થી ૨૦૧૭ સુધી મુંબઈ ઇન્ડિયન્સ અને ૨૦૧૮થી ૨૦૨૪ની સીઝન સુધી કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)નો ભાગ હતો.
IPL 2024માં ચૅમ્પિયન બન્યા બાદ ટ્રોફી સાથે નીતીશ અને તેની પત્નીનો ફાઇલ ફોટો
૩૦ વર્ષના ડાબોડી બૅટર નીતીશ રાણાને મેગા ઑક્શનમાં રાજસ્થાન રૉયલ્સ દ્વારા ૪.૨૦ કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો છે. ૧.૫૦ કરોડ રૂપિયાની બેઝ-પ્રાઇસવાળો આ પ્લેયર ૨૦૧૫થી ૨૦૧૭ સુધી મુંબઈ ઇન્ડિયન્સ અને ૨૦૧૮થી ૨૦૨૪ની સીઝન સુધી કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)નો ભાગ હતો. બે દિવસના મેગા ઑક્શનમાં રાજસ્થાન સિવાય બૅન્ગલોર અને ચેન્નઈની ફ્રૅન્ચાઇઝીએ જ તેને ખરીદવામાં રસ દાખવ્યો હતો. છેલ્લી ત્રણ સીઝનમાં ૮ કરોડ રૂપિયામાં રમતા પ્લેયરને સૅલેરીમાં ૩.૮૦ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
૭ વર્ષ સુધી KKR સાથે રહેવા છતાં આ ફ્રૅન્ચાઇઝીએ તેને રિલીઝ કર્યા બાદ મેગા ઑક્શનમાં ખરીદવાનો પ્રયત્ન પણ નહોતો કર્યો. આ ઘટના પર નીતીશની પત્ની સાચી મારવાહ રાણા ભડકી હતી. તેણે સોશ્યલ મીડિયા પર બે લાઇનની પોસ્ટ કરીને કલકત્તા ફ્રૅન્ચાઇઝીને ટૉન્ટ માર્યો હતો. તેણે લખ્યું હતું કે ‘વફાદારી બહુ જ મોંઘી છે. એ દરેક જણને પરવડે એમ નથી.’ નીતીશ રાણાએ IPL 2023માં શ્રેયસ ઐયરની ગેરહાજરીમાં કલકત્તા માટે કૅપ્ટન્સી પણ કરી હતી. જોકે IPL 2024માં તેને બે મૅચ માટે જ ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.