હોમ ગ્રાઉન્ડ પર વિજય મેળવી પંજાબ સામે હૅટ-ટ્રિક જીત મેળવવા ઊતરશે લખનઉ
લખનઉનો કૅપ્ટન રિષભ પંત, પંજાબનો કૅપ્ટન શ્રેયસ ઐયર
IPL 2025ની ૧૩મી મૅચ આજે લખનઉના એકાના સ્ટેડિયમમાં લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે રમાશે. ગુજરાત ટાઇટન્સને અમદાવાદમાં એના જ ગઢમાં હરાવીને આવેલી પંજાબની ટીમ લખનઉમાં પણ એ જ કમાલ કરવાના ઇરાદા સાથે ઊતરશે, જ્યારે હોમ ગ્રાઉન્ડ પર સીઝનની પહેલી મૅચ રમવા ઊતરનાર લખનઉ પંજાબ સામે હૅટ-ટ્રિક જીત મેળવવાનો ટાર્ગેટ રાખશે.
એક સમયે દિલ્હી કૅપિટલ્સ માટે રમનારા રિષભ પંત (૨૭ કરોડ રૂપિયા) અને શ્રેયસ ઐયર (૨૬.૭૫ કરોડ રૂપિયા)ની કૅપ્ટન તરીકેની ટક્કર પર સૌની નજર રહેશે. આ બન્ને IPLના ઇતિહાસના સૌથી મોંઘા પ્લેયર્સની સાથે સૌથી મોંઘા કૅપ્ટન્સ પણ છે. એકાના સ્ટેડિયમમાં બન્ને ટીમ વચ્ચે બે મૅચ રમાઈ છે જેમાં બન્નેએ એક-એક મૅચ જીતી છે. પોતાનો વિજયરથ જાળવી રાખવાના પ્રયાસમાં બન્ને ટીમ વચ્ચે થનારી રસપ્રદ ટક્કર ક્રિકેટ-ફૅન્સને ભરપૂર મનોરંજન આપશે.
ADVERTISEMENT
હેડ-ટુ-હેડ રેકૉર્ડ |
|
કુલ મૅચ |
૦૪ |
LSGની જીત |
૦૩ |
PBKSની જીત |
૦૧ |

