બંગલાદેશમાં હિન્દુઓ સાથે થયેલી હિંસાનો બદલો લીધો હોવાની ચર્ચા
(ડાબેથી ઘડીચક્રવત) શાકિબ-અલ-હસન, મુસ્તફિઝુર રહેમાન, તસ્કીન અહમદ, મેહદી હસન મિરાઝ
IPL 2025 મેગા ઑક્શન માટે ૧૨ બંગલાદેશી પ્લેયર્સ શૉર્ટલિસ્ટ થયા હતા જેમાં એક પ્લેયરની બે કરોડ, ત્રણ પ્લેયર્સની એક કરોડ અને આઠ પ્લેયર્સની ૭૫ લાખ રૂપિયા બેઝ-પ્રાઇસ હતી. મુસ્તફિઝુર રહેમાન (બે કરોડ), તસ્કીન અહમદ (એક કરોડ), શાકિબ-અલ-હસન (એક કરોડ) અને મેહદી હસન મિરાઝ (એક કરોડ) જેવા સ્ટાર પ્લેયર્સનાં નામ પણ મેગા ઑક્શનમાં ફ્રૅન્ચાઇઝીઓને પ્રભાવિત કરવામાં નિષ્ફળ ગયાં હતાં. ચર્ચા થઈ રહી છે કે બંગલાદેશમાં ગૃહ યુદ્ધની સ્થિતિ વચ્ચે હિન્દુઓ પર જે પ્રકારની હિંસા કરવામાં આવી એને જોતાં ફ્રૅન્ચાઇઝીઓએ બંગલાદેશી પ્લેયર્સથી દૂર રહેવાનું પસંદ કર્યું છે.