અંતિમ ઓવરમાં જીતવા માટે મુંબઈને ૧૯ રનની જરૂર હતી ત્યારે બૅન્ગલોરના સ્પિનર કૃણાલ પંડ્યાએ ચાર વિકેટ લઈને માત્ર ૬ રન આપ્યા. બૅન્ગલોરે આપેલા ૨૨૨ રનના ટાર્ગેટ સામે મુંબઈ ૯ વિકેટે ૨૦૯ રન બનાવીને ૧૨ રને હાર્યું.
રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલુરુ અને મુંબઈ ઇન્ડિયન્સની ટીમ
અંતિમ ઓવરમાં જીતવા માટે મુંબઈને ૧૯ રનની જરૂર હતી ત્યારે બૅન્ગલોરના સ્પિનર કૃણાલ પંડ્યાએ ચાર વિકેટ લઈને માત્ર ૬ રન આપ્યા. IPL 2025ની ૨૦મી મૅચમાં મુંબઈ ઇન્ડિયન્સને ૧૨ રને રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલુરુ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. બૅન્ગલોરે સ્ટાર બૅટર વિરાટ કોહલી અને કૅપ્ટન રજત પાટીદારની ધમાકેદાર ઇનિંગ્સની મદદથી પાંચ વિકેટ ગુમાવીને ૨૨૧ રન ખડકી દીધા હતા. તિલક વર્મા અને હાર્દિક પંડ્યાની રોમાંચક પાર્ટનરશિપ છતાં મુંબઈની ટીમ ૯ વિકેટે ૨૦૯ રન બનાવી શકી હતી. મે ૨૦૧૫ બાદ બૅન્ગલોરે મુંબઈને વાનખેડે સ્ટેડિયમમાં માત આપી છે.
ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરનાર બૅન્ગલોરે શરૂઆતથી જ તાબડતોડ અંદાજમાં બૅટિંગ કરી હતી. ઇનિંગ્સની પહેલી ટ્રેન્ટ બોલ્ટ (૫૭ રનમાં બે વિકેટ)ની ઓવરમાં ઓપનર ફિલ સૉલ્ટ (બે બૉલમાં ચાર રન)ની વિકેટ પડવા છતાં સ્ટાર બૅટર વિરાટ કોહલી (૪૨ બૉલમાં ૬૭ રન) અને યંગ બૅટર દેવદત્ત પડિક્કલે (બાવીસ બૉલમાં ૩૭ રન) બીજી વિકેટ માટે ૯૧ રનની ભાગીદારી કરી હતી. બૅન્ગલોરે મુંબઈ સામેનો પોતાનો ૭૩ રનનો હાઇએસ્ટ પાવરપ્લે સ્કોર પણ નોંધાવ્યો હતો. કૅપ્ટન રજત પાટીદારે (૩૨ બૉલમાં ૬૪ રન) પણ ત્રીજી વિકેટ માટે વિરાટ કોહલી સાથે ૪૮ રન અને પાંચમી વિકેટ માટે જિતેશ શર્મા (૧૯ બૉલમાં ૪૦ રન અણનમ) સાથે ૬૯ રનની ધમાદેકાર પાર્ટનરશિપ કરીને પોતાની કૅપ્ટન્સીમાં પહેલી વાર ટીમનો સ્કોર ૨૦૦ રનને પાર પહોંચાડ્યો હતો. કૅપ્ટન હાર્દિક પંડ્યાએ ૪૫ રન આપીને બે મહત્ત્વપૂર્ણ વિકેટ લઈને પોતાની ૨૦૦ T20 વિકેટ પૂરી કરી હતી.
૨૨૨ રનના ટાર્ગેટ સામે ૩.૪ ઓવરમાં ૩૮ રનના સ્કોર પર બન્ને ઓપનર્સની વિકેટ ગુમાવીને મુંબઈએ સાધારણ શરૂઆત કરી હતી. વિલ જેક્સ (૧૮ બૉલમાં બાવીસ રન) અને સૂર્યકુમાર યાદવે (૨૬ બૉલમાં ૨૮ રન) ત્રીજી વિકેટ માટે ૪૧ રનની ભાગીદારી કરીને એક સમયે ટીમની ઇનિંગ્સ સંભાળી લીધી હતી. પાંચમી વિકેટ માટે તિલક વર્મા (૨૯ બૉલમાં ૫૬ રન) અને હાર્દિક પંડ્યા (૧૫ બૉલમાં ૪૨ રન)એ ૮૯ રનની પાર્ટનરશિપ દરમ્યાન ચોગ્ગા-છગ્ગાની આતશબાજી કરીને વાનખેડે સ્ટેડિયમમાં ફૅન્સને ઝૂમવા માટે મજબૂર કરી દીધા હતા.
સ્પિનર કૃણાલ પંડ્યા (૪૫ રનમાં ચાર વિકેટ), ફાસ્ટ બોલર્સ જોશ હેઝલવુડ (૩૭ રનમાં બે વિકેટ) અને યશ દયાલ (૪૬ રનમાં બે વિકેટ)ની શાનદાર બોલિંગને કારણે અંતિમ ઓવર્સમાં બૅન્ગલોરે મૅચમાં ધમાકેદાર વાપસી કરી હતી. અંતિમ ઓવરમાં જીતવા માટે મુંબઈને જ્યારે ૧૯ રનની જરૂર હતી ત્યારે બૅન્ગલોરના સ્પિનર કૃણાલ પંડ્યાએ ૬ રનમાં ચાર વિકેટ લઈને બૅન્ગલોરનો યાદગાર જીત અપાવી હતી.
કમબૅક કરનાર બુમરાહે સૌથી ઓછા ઇકૉનૉમી-રેટથી રન આપ્યા
ઑસ્ટ્રેલિયામાં બૉર્ડર-ગાવસકર ટ્રોફીની પાંચમી ટેસ્ટ-મૅચમાં પીઠની ઇન્જરીને કારણે તેણે ત્રણ મહિનાના બ્રેક બાદ ક્રિકેટના મેદાન પર વાપસી કરી હતી. IPL 2025ની પોતાની પહેલી મૅચ રમી રહેલા સ્ટાર બોલર જસપ્રીત બુમરાહના પહેલા જ બૉલમાં વિરાટ કોહલીએ સિક્સર ફટકારીને સ્વાગત કર્યું હતું. જોકે તે વિકેટલેસ રહ્યો હતો, પણ તેણે સૌથી ઓછી ૭.૨૦ની ઇકૉનૉમીથી ચાર ઓવરમાં ૨૯ રન આપ્યા હતા. મુંબઈના બાકીના ૬ બોલર્સના ઇકૉનૉમી-રેટ ૧૦ પ્લસનો રહ્યો હતો.
IPLમાં કોણ કેટલા પાણીમાં? |
|||||
ટીમ |
મૅચ |
જીત |
હાર |
નેટ રન-રેટ |
પૉઇન્ટ |
દિલ્હી |
૩ |
૩ |
૦ |
+૧.૨૫૭ |
૬ |
ગુજરાત |
૪ |
૩ |
૧ |
+૧.૦૩૧ |
૬ |
બૅન્ગલોર |
૪ |
૩ |
૧ |
+૧.૧૦૫ |
૬ |
પંજાબ |
૩ |
૨ |
૧ |
+૦.૦૭૪ |
૪ |
કલકત્તા |
૪ |
૨ |
૨ |
+૦.૦૭૦ |
૪ |
લખનઉ |
૪ |
૨ |
૨ |
+૦.૦૪૮ |
૪ |
રાજસ્થાન |
૪ |
૨ |
૨ |
-૦.૧૮૫ |
૪ |
મુંબઈ |
૫ |
૧ |
૪ |
-૦.૦૧૦ |
૨ |
ચેન્નઈ |
૪ |
૧ |
૩ |
-૦.૮૯૧ |
૨ |
હૈદરાબાદ |
૫ |
૧ |
૪ |
-૧.૬૨૯ |
૨ |
ADVERTISEMENT

