૧૯૯૫થી ૧૯૯૯ વચ્ચે બે ટેસ્ટ-મૅચ અને ૧૫ વન-ડે રમનાર ગિબ્સનને KKRના કોચિંગ સ્ટાફમાં મેન્ટર તરીકે વેસ્ટ ઇન્ડીઝના ડ્વેઇન બ્રાવોનો સાથ મળશે.
ઓટિસ ગિબ્સન
ડિફેન્ડિંગ ચૅમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સે (KKR) ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 પહેલાં વેસ્ટ ઇન્ડીઝના ઓટિસ ગિબ્સનને સહાચક કોચ તરીકે ટીમમાં સામેલ કર્યો છે. પંચાવન વર્ષનો ગિબ્સન ૨૦૧૦થી ૨૦૧૪ દરમ્યાન વેસ્ટ ઇન્ડીઝ ટીમનો હેડ કોચ હતો. તેણે ૨૦૧૨માં વેસ્ટ ઇન્ડીઝને પહેલો T20 વર્લ્ડ ખિતાબ જિતાડવામાં મદદ કરી હતી. ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં ૬૫૯ વિકેટ લઈ ચૂકેલો ગિબ્સન ૨૦૧૭થી ૨૦૧૯ દરમ્યાન સાઉથ આફ્રિકાનો પણ હેડ કોચ હતો. તે ઇંગ્લૅન્ડ ટીમના બોલિંગ કોચની ભૂમિકામાં પણ જોવા મળ્યો હતો. ૧૯૯૫થી ૧૯૯૯ વચ્ચે બે ટેસ્ટ-મૅચ અને ૧૫ વન-ડે રમનાર ગિબ્સનને KKRના કોચિંગ સ્ટાફમાં મેન્ટર તરીકે વેસ્ટ ઇન્ડીઝના ડ્વેઇન બ્રાવોનો સાથ મળશે.

