હવે આ મૅચ ૮ એપ્રિલે બપોરે ૩.૩૦ વાગ્યે કલકત્તામાં જ રમાશે. જેના કારણે ૬ એપ્રિલ, રવિવારને બદલે ૮ એપ્રિલ, મંગળવારે ડબલ હેડર ટક્કર જોવા મળશે.
પ્રતીકાત્મક તસવીર
કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) અને લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે ૬ એપ્રિલે બપોરે ૩.૩૦ વાગ્યે કલકત્તાના ઈડન ગાર્ડન્સમાં IPLની ૧૮મી સીઝનની ૧૯મી મૅચ રમાવાની હતી. એ દિવસે શહેરમાં રામનવમીની ઉજવણીને કારણે આ મૅચ માટે પોલીસ કર્મચારીઓને તહેનાત કરવામાં મુશ્કેલી આવી રહી હતી. જેના કારણે આ મૅચની તારીખ બદલવામાં આવી છે. હવે આ મૅચ ૮ એપ્રિલે બપોરે ૩.૩૦ વાગ્યે કલકત્તામાં જ રમાશે. જેના કારણે ૬ એપ્રિલ, રવિવારને બદલે ૮ એપ્રિલ, મંગળવારે ડબલ હેડર ટક્કર જોવા મળશે.

