Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > સ્ટાર પ્લેયર્સની આર્મી સાથે ગુજરાત ટાઇટન્સ કમબૅક કરવા માટે તૈયાર

સ્ટાર પ્લેયર્સની આર્મી સાથે ગુજરાત ટાઇટન્સ કમબૅક કરવા માટે તૈયાર

Published : 21 March, 2025 11:13 AM | Modified : 21 March, 2025 11:53 AM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

IPL 2025ના યંગેસ્ટ કૅપ્ટન શુભમન ગિલના નેતૃત્વમાં ગુજરાત ટાઇટન્સ (GT) પચીસ માર્ચે પંજાબ કિંગ્સ (PK) સામે અમદાવાદમાં પહેલી મૅચ રમશે. શુભમનને આ વખતે સ્ટાર પ્લેયર્સની શાનદાર ફોજ મળી છે. આ પ્લેયર્સનો જો તે યોગ્ય રીતે ઉપયોગ કરશે તો ફરીવાર વિજય મેળવશે.

ગુજરાત ટાઇટન્સનો કૅપ્ટન શુભમન ગિલ

ગુજરાત ટાઇટન્સનો કૅપ્ટન શુભમન ગિલ


IPL 2025ના યંગેસ્ટ કૅપ્ટન શુભમન ગિલના નેતૃત્વમાં ગુજરાત ટાઇટન્સ (GT) પચીસ માર્ચે પંજાબ કિંગ્સ (PK) સામે અમદાવાદમાં પહેલી મૅચ રમશે. શુભમનને આ વખતે સ્ટાર પ્લેયર્સની શાનદાર ફોજ મળી છે. આ પ્લેયર્સનો જો તે યોગ્ય રીતે ઉપયોગ કરશે તો ગુજરાત ફરી વિજયરથ પર સવાર થઈને એક ખતરનાક ટીમ તરીકે પોતાની જાતને ફરી પ્રસ્થાપિત કરી શકશે. ૨૦૨૨ની ચૅમ્પિયન અને ૨૦૨૩ની રનર-અપ ટીમ ગુજરાત ગયા વર્ષે ૧૪માંથી માત્ર પાંચ મૅચ જીતી હતી, સાત મૅચમાં હારી હતી, જ્યારે બે મૅચ નો-રિઝલ્ટ રહી હતી.

ગુજરાત પાસે આ વખતે શુભમન ગિલ, જૉસ બટલર, સાઈ સુદર્શન જેવા ટૉપ ઑર્ડર બૅટર છે. મિડલ ઑર્ડરમાં શાહરુખ ખાન, મહિપાલ લોમરોર, અનુજ રાવત જેવા પ્લેયર્સે બાજી સંભાળવી પડશે. ઑલરાઉન્ડર્સ તરીકે ટીમ પાસે રાશિદ ખાન, વૉશિંગ્ટન સુંદર, ગ્લેન ફિલિપ્સ અને રાહુલ તેવટિયા જેવા શાનદાર ઑલરાઉન્ડર્સ છે; જ્યારે ઇશાન્ત શર્મા, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા અને કૅગિસો રબાડા જેવા બોલર્સ ટીમના બોલિંગ યુનિટને મજબૂત બનાવી રહ્યા છે.

આ ફ્રૅન્ચાઇઝીએ ૧૧૯.૮૫ કરોડ રૂપિયા ખર્ચીને પચીસ સભ્યોની સ્ક્વૉડ તૈયારી કરી છે. આ સ્ક્વૉડમાં ફાસ્ટ બોલર ઇશાન્ત શર્મા (૩૬ વર્ષ) સૌથી ઓલ્ડેસ્ટ અને વિકેટકીપર-બૅટર કુમાર કુશાગ્ર (૨૦ વર્ષ) સૌથી યંગેસ્ટ પ્લેયર છે. સૌથી વધુ ૧૨૧ મૅચ રમનાર ઑલરાઉન્ડર રાશિદ ખાન સહિત ચાર પ્લેયર્સને IPLમાં ૧૦૦ પ્લસ મૅચ રમવાનો અનુભવ છે. માત્ર બે પ્લેયર્સ હજી સુધી ટુર્નામેન્ટમાં ડેબ્યુ કરી શક્યા નથી. આ સ્ક્વૉડમાં માત્ર ૬ પ્લેયર્સ ૩૦ પ્લસની ઉંમર ધરાવે છે.


ગુજરાતનો કોચિંગ સ્ટાફ
કોચ : આશિષ નેહરા
બૅટિંગ કોચ : પાર્થિવ પટેલ
સહાયક કોચ : મૅથ્યુ વેડ
ક્રિકેટ ડિરેક્ટર : વિક્રમ સોલંકી



ગુજરાતનો IPL રેકૉર્ડ 
કુલ મૅચ    ૪૭
જીત    ૨૮
હાર    ૧૭
ટાઇ    ૦૦
નો-રિઝલ્ટ    ૦૨
જીતની ટકાવારી    ૫૯.૫૭


પ્લેયર્સની ઉંમર અને IPL અનુભવ

રાશિદ ખાન (૨૬ વર્ષ) - ૧૨૧ મૅચ

ઇશાન્ત શર્મા (૩૬ વર્ષ) - ૧૧૦ મૅચ

જૉસ બટલર (૩૪ વર્ષ) - ૧૦૭ મૅચ

શુભમન ગિલલ (૨૫ વર્ષ) - ૧૦૩ મૅચ

મોહમ્મદ સિરાજ (૩૧ વર્ષ) - ૯૩ મૅચ

રાહુલ તેવતિયા (૩૧ વર્ષ) - ૯૩ મૅચ

કૅગિસો રબાડા (૨૯ વર્ષ) - ૮૦ મૅચ

વૉશિંગ્ટન સુંદર (૨૫ વર્ષ) - ૬૦ મૅચ

પ્રસિદ્ધ કૃષ્ણા (૨૯ વર્ષ) - ૫૧ મૅચ

શાહરુખ ખાન (૨૯ વર્ષ) - ૪૦ મૅચ

મહિપાલ લોમરોર (૨૫ વર્ષ) - ૪૦ મૅચ

સાઈ સુદર્શન (૨૩ વર્ષ) - ૨૫ મૅચ

અનુજ રાવત (૨૫ વર્ષ) - ૨૪ મૅચ

જયંત યાદવ (૩૫ વર્ષ) - ૨૦ મૅચ

અર્શદ ખાન (૨૭ વર્ષ) - ૧૦ મૅચ

ગેરાલ્ડ કોએત્ઝી (૨૪ વર્ષ) - ૧૦ મૅચ

શેરફેન રુધરફર્ડ (૨૬ વર્ષ) - ૧૦ મૅચ

સાઈ કિશોર (૨૮ વર્ષ) - ૧૦ મૅચ

ગ્લેન ફિલિપ્સ (૨૮ વર્ષ) - ૦૮ મૅચ

કુલવંત ખેજરોલિયા (૩૩ વર્ષ) - ૦૭ મૅચ

કુમાર કુશાગ્ર (૨૦ વર્ષ) - ૦૪ મૅચ

માનવ સુથાર (૨૨ વર્ષ) - ૦૧ મૅચ

ગુર્નુર બ્રાર (૨૪ વર્ષ) - ૦૧ મૅચ

કરીમ જનાત (૨૬ વર્ષ) - ૦૦

નિશાંત સિંધુ (૨૦ વર્ષ) - ૦૦

 


IPL 2022થી 2024 સુધી 
પૉઇન્ટ્સ ટેબલમાં ટીમનું સ્થાન 

૨૦૨૨ - ચૅમ્પિયન

૨૦૨૩ – રનર-અપ

૨૦૨૪ - આઠમું

 

Whatsapp-channel Whatsapp-channel

21 March, 2025 11:53 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK