નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સે હરીફ ટીમ મુંબઈ ઇન્ડિયન્સ સામે ચારેય મૅચ જીતીને ૧૦૦ ટકા જીતનો રેકૉર્ડ જાળવી રાખ્યો છે. આ જીત બાદ ગુજરાતના પચીસ વર્ષના કૅપ્ટન શુભમન ગિલે હાઈ-સ્કોરિંગ મૅચ વિશે મહત્ત્વનું નિવેદન આપ્યું હતું.
શુભમન ગિલ
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સે હરીફ ટીમ મુંબઈ ઇન્ડિયન્સ સામે ચારેય મૅચ જીતીને ૧૦૦ ટકા જીતનો રેકૉર્ડ જાળવી રાખ્યો છે. આ જીત બાદ ગુજરાતના પચીસ વર્ષના કૅપ્ટન શુભમન ગિલે હાઈ-સ્કોરિંગ મૅચ વિશે મહત્ત્વનું નિવેદન આપ્યું હતું. તે કહે છે, ‘મને લાગે છે કે દરેક ટીમની પોતાની તાકાત હોય છે અને તેઓ એક ખાસ પ્રકારનું ક્રિકેટ રમવાનું પસંદ કરે છે. અમે નથી ઇચ્છતા કે બધી મૅચ ૨૪૦-૨૫૦ રનની હોય. મને લાગે છે કે જો આવા ઉચ્ચ સ્કોરવાળી મૅચો હોય તો ક્રિકેટનું કૌશલ્ય છીનવાઈ જાય છે.’

