Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ગુજરાતની જાયન્ટ જીત, બૅન્ગલોરની સીઝનની પ્રથમ હાર

ગુજરાતની જાયન્ટ જીત, બૅન્ગલોરની સીઝનની પ્રથમ હાર

Published : 03 April, 2025 07:53 AM | Modified : 04 April, 2025 07:05 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મૅન આૅફ ધ મૅચ પેસબોલર સિરાજે ૧૯ રનમાં ૩ વિકેટ સાથે તેની જૂની ટીમને પાવર બતાવ્યો, જ્યારે બટલરે ૩૯ બૉલમાં અણનમ ૭૩ રન ફટકારી ટીમને આસાન અને વહેલી જીત અપાવી

મોહમ્મદ સિરાજે ૧૯ રનમાં ૩ વિકેટ સાથે તરખાટ મચાવ્યો હતો.

મોહમ્મદ સિરાજે ૧૯ રનમાં ૩ વિકેટ સાથે તરખાટ મચાવ્યો હતો.


IPL 2025માં ગઈ કાલે ૧૫મી મૅચમાં ગુજરાત ટાઇટન્સે યજમાન રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ સામે ૮ વિકેટથી જીત મેળવીને પૉઇન્ટ્સ ટેબલમાં ચોથા સ્થાને પહોંચી ગયું હતું. સીઝનમાં ત્રીજી મૅચમાં પ્રથમ હાર સાથે બૅન્ગલોર પહેલા નંબરેથી ત્રીજા નંબરે ધકેલાઈ ગયું છે. બૅન્ગલોરે આપેલા ૧૭૦ રનના ટાર્ગેટને ગુજરાતે ૧૭.૫ ઓવરમાં માત્ર બે વિકેટ ગુમાવીને મેળવી લીધો હતો.


બટલરે અસલી ટચ બતાવ્યો



૧૭૦ રનના ટાર્ગેટ સામે ગુજરાતે કૅપ્ટન અને ઓપનર શુભમન ગિલ (૧૪)ને વહેલો ગુમાવી દીધો હતો. જોકે મૅન ઇન ફૉર્મ અને ઓપનર સાઇ સુદર્શને (૩૬ બૉલમાં એક સિક્સર અને સાત ફોર સાથે ૪૯ રન) જૉસ બટલર (૩૯ બૉલમાં ૬ સિક્સર અને પાંચ ફોર સાથે અણનમ ૭૩ રન) સાથે ૭૫ રનની પાર્ટનરશિપ વડે ટીમની જીતનો પાયો નાખ્યો હતો. સુદર્શન એક રન માટે તેની હાફ-સેન્ચુરી ચૂકી ગયો હતો પણ બટલરે સીઝનની પ્રથમ હાફ-સેન્ચુરી ફટકારીને ટીમને જીત અપાવીને જ રહ્યો હતો. બટલરને શેરફર્ન રુથરફોર્ડે ૧૮ બૉલમાં ૩ સિક્સર અને એક ફોર સાથે અણનમ ૩૦ રન ફટકારીને વહેલી જીત મેળવવામાં ઉપયોગી સાથ આપ્યો હતો.


સિરાજનો સપાટો

ટૉસ જીતીને ધીમી પિચ પર ગુજરાતના કૅપ્ટન શુભમન ગિલે યજમાન બૅન્ગલોરને પ્રથમ બૅટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. બીજી જ ઓવરમાં બૅન્ગલોરે વિરાટ કોહલી (૭), ત્યાર બાદ ત્રીજી ઓવરમાં દેવદત્ત પડિક્કલ (૪) અને પાંચમી ઓવરમાં ફીલ સૉલ્ટ (૧૪)ને ગુમાવીને બૅન્ગલોરે પાવર ઓવરમાં જ પાવર ગુમાવી દીધો હતો. કૅપ્ટન રજત પાટીદાર પણ ૧૨ બૉલમાં ૧૨ રન જ બનાવી શક્યો હતો. લિઆમ લિવિંગસ્ટન (૪૦ બૉલમાં પાંચ સિક્સર અને એક ફોર સાથે ૫૪) અને જિતેશ શર્મા (૨૧ બૉલમાં એક સિક્સર અને પાંચ ફોર સાથે ૩૩ રન)ની લડત બાદ છેલ્લે ટીમ ડેવિડની ૧૮ બૉલમાં બે સિક્સર અને ૩ ફોર સાથે ૩૨ રનની લડાયક ઇનિંગ્સને લીધે બૅન્ગલોર ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૬૯ રનના સન્માનજનક સ્કોર સુધી પહોંચી શક્યું હતું. બૅન્ગલોરને સૌથી વધુ તેમનો જૂનો સાથી મોહમદ સિરાજ નડ્યો હતો. સિરાજે તેના જૂના સાથીઓને પાવર બતાવતાં ચાર ઓવરમાં માત્ર ૧૯ રન આપીને સૉલ્ટ, પડિક્કલ અને લિવિંગસ્ટને પૅવિલિયન પાછા મોકલવ્યા હતા. સિરાજને સ્પિનર સાઇ કિશોરે યોગ્ય સાથ આપ્યો હતો અને ચાર ઓવરમાં માત્ર બાવીસ રન આપીને બે વિકેટ ઝડપી હતી. ગુજરાતને અનુભવી રાશિદ ખાનનું નબળું ફૉર્મ ખૂબ નડ્યું હતું અને તેણે ચાર ઓવરમાં એક પણ વિકેટ લીધા વગર ૫૪ રન આપી દીધા હતા.


જો સાઇ કિશોરની બોલિંગમાં રાહુલ તેવટિયાએ લિવિંગસ્ટનને ૯ રનના સ્કોર પર જીવતદાન આપ્યું નહોત તો બૅન્ગલોરની હાલત વધુ ખરાબ થઈ હોત. એ જીવતદાન બાદ લિવિંગસ્ટને ૪૦ બૉલમાં ૫૪ રનની ઇનિંગ્સ રમીને ટીમને સન્માનજનક સ્કોર સુધી લઈ ગયો હતો.  

IPLમાં કોણ કેટલાં પાણીમાં?

ટીમ

મૅચ

જીત

હાર

નેટ રન-રેટ

પૉઇન્ટ

પંજાબ

+૧.૪૮૫

દિલ્હી

+૧.૩૨૦

બૅન્ગલોર

+૧.૧૪૯

ગુજરાત

+૦.૮૦૭

મુંબઈ

+૦.૩૦૯

લખનઉ

- ૦.૧૫૦

ચેન્નઈ

-૦.૭૭૧

હૈદરાબાદ

-૦.૮૭૧

રાજસ્થાન

-૧.૧૧૨

કલકત્તા

-૧.૪૨૮

૨ 

વિરાટ કોહલી ૫૮મી વાર થયો સિંગલ ડિજિટમાં આઉટ
વિરાટ ગઈ કાલે ૬ બૉલમાં એક ફોર સાથે માત્ર સાત જ રન બનાવી શક્યો હતો. IPLમાં તે થર્ડ હાઇએસ્ટ ૫૮મી વાર સિંગલ ડિજિટ સ્કોર પર આઉટ થયો હતો. અત્યાર સુધી તે અને રૉબિન ઉથપ્પા સંયુક્ત રીતે ત્રીજા ક્રમાંકે છે. આ મામલે ટૉપમાં રોહિત શર્મા (૮૦ વાર) છે અને બીજા નંબરે દિનેશ કાર્તિક (૭૨ વાર) છે. 

Whatsapp-channel Whatsapp-channel

04 April, 2025 07:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK