IPLની આગામી સીઝનમાં દિલ્હી કૅપિટલ્સનો કૅપ્ટન કે. એલ. રાહુલ નહીં, પણ અક્ષર પટેલ હશે એવું દિનેશ કાર્તિકને લાગે છે. ૨૦૧૮થી પંત દિલ્હી ટીમનો આધારસ્તંભ હતો
દિનેશ કાર્તિક
IPLની આગામી સીઝનમાં દિલ્હી કૅપિટલ્સનો કૅપ્ટન કે. એલ. રાહુલ નહીં, પણ અક્ષર પટેલ હશે એવું દિનેશ કાર્તિકને લાગે છે. ૨૦૧૮થી પંત દિલ્હી ટીમનો આધારસ્તંભ હતો, પણ આ વખતે ઑક્શનમાં દિલ્હી એને જાળવી નહોતું શક્યું. ગઈ સીઝનમાં લખનઉના કૅપ્ટન કે. એલ. રાહુલની દિલ્હી ટીમમાં એન્ટ્રી થતાં તે હવે પંતની જગ્યા લેશે એવી ચર્ચા થતી હતી, પણ કાર્તિકને લાગે છે કે રાહુલની કૅપ્ટન્સીનો રેકૉર્ડ સારો ન હોવાથી દિલ્હી મૅનેજમેન્ટ ઑલઆઉન્ડર અક્ષર પટેલને ટીમની કમાન સોંપી શકે છે.