પંજાબ કિંગ્સના હેડ કોચ રિકી પૉન્ટિંગે ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની વિશે મોટું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું હતું કે ‘મને લાગે છે કે ચેન્નઈ સુપર કિંગ્સ ધોનીને આગામી સીઝનમાં તમામ મૅચમાં મેદાન પર નહીં ઉતારશે
રિકી પૉન્ટિંગ
ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન કૅપ્ટન અને પંજાબ કિંગ્સના હેડ કોચ રિકી પૉન્ટિંગે ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની વિશે મોટું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું હતું કે ‘મને લાગે છે કે ચેન્નઈ સુપર કિંગ્સ ધોનીને આગામી સીઝનમાં તમામ મૅચમાં મેદાન પર નહીં ઉતારશે. તેઓ તેને મૅચમાંથી બહાર રાખવા અને તેના શ્રેષ્ઠ દેખાવની ખાતરી કરવા માટે વર્કલોડ મૅનેજમેન્ટ પર ધ્યાન આપશે. તે ઇનિંગ્સના છેલ્લા ૨૦ બૉલમાં જ બૅટિંગ કરે છે, પરંતુ તેણે બતાવ્યું કે તમે આમ કરીને મૅચ પર મોટો પ્રભાવ છોડી શકો છો.’
ધોનીની મેન્ટરશિપ વિશે વાત કરતાં પૉન્ટિંગે કહ્યું હતું કે ‘તે ગમે એ ટીમમાં હોય, ભલે તે કૅપ્ટન હોય કે ન હોય, તે હંમેશાં ટીમ માટે મેન્ટર અને લીડર રહેશે, પછી ભલે તે રમી રહ્યો હોય કે બહાર બેઠો હોય. તેનું કદ ઘણું મોટું છે. ધોની ચેન્નઈ સુપર કિંગ્સ માટે મહત્ત્વનો છે, કારણ કે તે મેદાન પર અને બહાર તેમનું નેતૃત્વ કરે છે.’