૨૦૪ જગ્યા માટે ૩૬૬ ભારતીય અને ૨૦૮ વિદેશી ખેલાડીઓ મેદાનમાં
વૈભવ સૂર્યવંશી અને જેમ્સ ઍન્ડરસન
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ૨૦૨૫ની સીઝન માટે થનારી હરાજી માટે ૫૭૪ ખેલાડીઓની ફાઇનલ યાદી બહાર પાડી દેવામાં આવી છે. ૫૭૪ પ્લેયર્સમાંથી ૩૬૬ ભારતીય છે અને ૨૦૮ વિદેશી છે. ભારતના ૩૧૬ ખેલાડીઓ અનકૅપ્ડ છે એટલે કે એકેય ઇન્ટરનૅશનલ મૅચ નથી રમ્યા, જ્યારે વિદેશી ખેલાડીઓમાં આવા ૧૨ છે. ટીમોએ કુલ ૨૦૪ સ્થાન ભરવાનાં છે, જેમાંથી ૭૦ જગ્યા વિદેશી પ્લેયર્સ માટે છે. બે દિવસ ચાલનારી હરાજી ૨૪ અને ૨૫ નવેમ્બરે સાઉદી અરેબિયાના જેદ્દાહમાં યોજાશે. ખેલાડીઓએ વધુમાં વધુ બે કરોડ અને ઓછામાં ઓછા ૩૦ લાખ રૂપિયા સહિતના બેઝ-પ્રાઇસના કુલ ૮ સ્લૉટમાં નામ નોંધાવ્યાં છે.
૧૩ વર્ષનો વૈભવ સૂર્યવંશી યંગેસ્ટ, ૪૨ વર્ષનો જેમ્સ ઍન્ડરસન ઓલ્ડેસ્ટ
IPLની હરાજી માટેની ફાઇનલ યાદીમાં બિહારનો ૧૩ વર્ષનો બૅટર વૈભવ સૂર્યવંશી નાની ઉંમરનો છે. તેણે જાન્યુઆરીમાં બિહાર માટે રણજી ટ્રોફીમાં પદાર્પણ કર્યું હતું. ઑક્ટોબરમાં તેણે અન્ડર-19 ટેસ્ટક્રિકેટના ઇતિહાસમાં ભારત વતી ફાસ્ટેસ્ટ ચેન્ચુરી ફટકારી હતી. ઇંગ્લૅન્ડનો ૪૨ વર્ષનો ફાસ્ટ બોલર જેમ્સ ઍન્ડરસન આ યાદીમાં સૌથી મોટી ઉંમરનો ક્રિકેટર છે.
ADVERTISEMENT
કઈ બેઝ-પ્રાઇસ માટે કેટલા ખેલાડીઓ?
બેઝ-પ્રાઇસ પ્લેયરોની સંખ્યા
૨ કરોડ ૮૧
૧.૫ કરોડ ૨૭
૧.૨૫ કરોડ ૧૮
૧ કરોડ ૨૩
૭૫ લાખ ૯૨
૫૦ લાખ ૮
૪૦ લાખ ૫
૩૦ લાખ ૩૨૦