ઇંગ્લૅન્ડનાે ભૂતપૂર્વ સ્ટાર બૅટર અને દિલ્હીનાે મેન્ટર કેવિન પીટરસન રવિવારે આ જીત બાદ પોતાની ફૅમિલી સાથે ચેન્નઈથી મૉલદીવ્ઝ વેકેશન એન્જૉય કરવા ઊપડી ગયો છે. તેની એક ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં તેણે ઉલ્લેખ કર્યો હતો કે તે ૧૦ દિવસ અહીં રહેશે.
દિલ્હી કૅપિટલ્સના કૅપ્ટન અક્ષર પટેલ સાથે ટીમનો મેન્ટર કેવિન પીટરસન
IPL 2025માં ચેપૉક સ્ટેડિયમમાં ચેન્નઈ સુપર કિંગ્સને હરાવીને સીઝનની જીતની હૅટ-ટ્રિક કરનાર દિલ્હી કૅપિટલ્સના મેન્ટર વિશે રસપ્રદ વાત સામે આવી છે. ઇંગ્લૅન્ડનાે ભૂતપૂર્વ સ્ટાર બૅટર અને દિલ્હીનાે મેન્ટર કેવિન પીટરસન રવિવારે આ જીત બાદ પોતાની ફૅમિલી સાથે ચેન્નઈથી મૉલદીવ્ઝ વેકેશન એન્જૉય કરવા ઊપડી ગયો છે. તેની એક ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં તેણે ઉલ્લેખ કર્યો હતો કે તે આગામી ૧૦ દિવસ અહીં રહેશે. સીઝનની વચ્ચે આ રીતે બ્રેક લેવા વિશેના તેના નિર્ણયથી ફૅન્સ પણ આશ્ચર્યચકિત હતા. દિલ્હી પોતાની આગામી મૅચ ૧૦ એપ્રિલે રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ સામે રમશે.

