IPL 2024: શાહરુખ ખાને વધુ એકવાર સાબિત કર્યું કે શા માટે તે લોકોના દિલમાં કરે છે રાજ
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
ઇન્ડિયન પ્રિમિયર લીગ – આઇપીએલ (Indian Premiere League - IPL) ની આ વર્ષની સિઝન (IPL 2024) માં બૉલિવૂડના કિંગ ખાન શાહરુખ ખાન (Shah Rukh Khan) ની ટીમ કોલકત્તા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders - KKR) એ લખનઉ સુપર જાયન્ટ્સ (Lucknow Super Giants - LSG) ને ગઈકાલની મેચમાં ૮ વિકેટે હરાવીને મોટી જીત હાંસલ કરી છે. LSGને હરાવીને KKRએ પોઇન્ટ્સ ટેબલમાં ટોપ 4માં પોતાનું સ્થાન મજબૂત કરી લીધું છે. ગઈકાલે શાહરૂખ ખાન પણ KKR અને LSG વચ્ચેની મેચ જોવા માટે આવ્યો હતો. KKRના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરીને મેચ જીતી લીધી અને શાહરૂખ ખાનને પણ ડાન્સ કરવાનો મોકો આપ્યો. જોકે, આ મેચ પછી શાહરૂખ ખાને કંઈક એવું કર્યું જેની દર્શકોની ગેલેરીમાં ચર્ચા થઈ રહી છે. આ વાયરલ વીડિયોએ બાદશાહ ખાનના ફેન્સનું દિલ જીત્યું છે.
કોલકત્તા નાઇટ રાઇડર્સ ટીમના માલિક શાહરૂખ ખાને મેચ પૂરી થયા બાદ જમીન પર પડેલા KKRના ફ્લેગ ઉપાડવાનું શરૂ કરી દીધું હતું. શાહરૂખ ખાનનું આ વર્તન જોઈને ફેન્સ ખૂબ જ ખુશ છે. ફેન્સે સોશ્યલ મીડિયા (Social Media) પર શાહરૂખ ખાનના વખાણ કરીને પ્રતિક્રિયા આપી છે. એટલું જ નહીં, લોકોએ શાહરૂખ ખાનને ‘ડાઉન ટુ અર્થ પર્સન’ કહ્યો છે.
ADVERTISEMENT
અહીં જુઓ વાયરલ વીડિયોઃ
Shah Rukh Khan collecting #KKR flags post the match. Ek hi Dil kitni baar jeetoge Khan sahab ?#ShahRukhKhan #KKRvLSGpic.twitter.com/rabZYqB57g
— Shah Rukh Khan Warriors FAN Club (@TeamSRKWarriors) April 14, 2024
આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, મેચ પુરી થયા બાદ શાહરૂખ ખાન ખુરશીની નીચે પડેલા KKR ફ્લેગ ઉપાડતો જોવા મળ્યો હતો. શાહરૂખ જ્યાં બેઠો હતો ત્યાં કોલકત્તા નાઇટ રાઇડર્સના કેટલાક ફ્લેગ જમીન પર પડ્યા હતા. કિંગ ખાને મેદાન પર ટીમનો ઝંડો જોયો કે તરત જ તેણે તેને ઉપાડી લીધો. આ પછી કિંગ ખાને તે ધ્વજ તેના બોડીગાર્ડને આપ્યો હતો. આ પછી તેણે તેના ચાહકોને પણ શુભેચ્છા પાઠવી હતી. લોકો શાહરૂખ ખાનના આ પગલાની પ્રશંસા કરી રહ્યા છે.
ગઈકાલની મેચની વાત કરીએ તો, કોલકત્તા (Kolkata) ના ઇડન ગાર્ડન્સ (Eden Gardens) માં રમાયેલી આ મેચમાં કેએલ રાહુલ (KL Rahul) ની ટીમ લખનઉ સુપર જાયન્ટ્સે પ્રથમ બેટિંગ કરી હતી. ટીમે સાત વિકેટના નુકસાને ૧૬૧ રન બનાવ્યા હતા. લખનઉની તરફથી જેમ નિકોલસ પુરન (Nicholas Puran) એ સૌથી વધુ ૪૫ રન બનાવ્યા હતા. જ્યારે મિચેલ સ્ટાર્ક (Mitchell Starc) એ ત્રણ વિકેટ ઝડપી હતી. બીજી ઇનિંગમાં કોલકત્તા નાઇટ રાઇડર્સને ૨૦ ઓવરમાં ૧૬૨ રન બનાવવાના હતા, પરંતુ KKRની ટીમે ૧૫.૪ ઓવરમાં ૧૬૨ રન બનાવીને જીત મેળવી હતી. જેમાં ફિલ સોલ્ટ (Phil Salt) એ ૮૯ રનની ઝડપી ઇનિંગ રમી હતી.