Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > IPL 2024 RCB vs PK: જીત સાથે બૅન્ગલોરની ચેલેન્જ જાળવાઈ રહી, પંજાબનો ખેલ ખતમ

IPL 2024 RCB vs PK: જીત સાથે બૅન્ગલોરની ચેલેન્જ જાળવાઈ રહી, પંજાબનો ખેલ ખતમ

Published : 10 May, 2024 09:21 AM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

IPL 2024 RCB vs PK: બૅન્ગલોરે આપેલા ૨૪૨ રનના ટાર્ગેટ સામે પંજાબ ૧૭ ઓવરમાં ૧૮૧ રનમાં જ ઑલઆઉટ, ૪૧ બૉલમાં ૬ સિક્સર અને સાત ફોર સાથે ૯૨ રન ફટકારી કોહલી બન્યો મૅન ઑફ ધ મૅચ  

ફોટો સૌજન્યઃ iplt20.com

ફોટો સૌજન્યઃ iplt20.com


આઇપીએલ ૨૦૨૪માં ગઈ કાલે રૉયલ ચેલેન્જર્સ બેન્ગલુરુએ ૬૦ રનથી પંજાબ કિંગ્સ (IPL 2024 RCB vs PK)ને હરાવીને પ્લે-ઑફની આશા જીવંત રાખી હતી. જ્યારે પંજાબ સીઝનમાં સાતમાં પરાજય સાથે સ્પર્ધામાંથી આઉટ થઈ ગયું છે. બૅન્ગલોરે આપેલા મસમોટા ૨૪૨ રનના ટાર્ગેટ સામે પંજાબ ૧૭ ઓવરમાં ૧૮૧ રન બનાવી ઑલઆઉટ થઈ ગઈ હતી. 


લક્કી વિરાટ સદી ચૂક્યો



પંજાબ ટીમે ટૉસ જીતીને બૅન્ગલોરને પ્રથમ બેટીંગ માટે આમત્રણ આપ્યું હતું. શરૂઆતમાં જીવતદાન મળ્યા બાદ વિરાટ ખૂબ ખીલ્યો હતો અને ૪૭ બૉલમાં ૬ સિક્સર અને સાત ફોર સાથે ૯૨ રન બનાવીને ટીમને ૨૦૦ પાર લઈ ગયો હતો. વિરાટ ફક્ત આઠ રનથી સદી ચૂકી ગયો હતો. વિરાટ ઉપરાંત રજત પાટીદાર (૨૭ બૉલમાં છ સિક્સર અને ૩ ફોર સાથે ૫૫ રન) અને કૅમરૂમ ગ્રીને (૨૭ બૉલમાં એક સિક્સર અને પાંચ ફોર સાથે ૪૬ રન) પણ ફટકાબાજી કરતા બૅન્ગલો ૨૦ ઓવરના અંતે ૭ વિકેટે ૨૪૧ રનના સ્કોર સુધી પહોંચી શક્યું હતું. બૅન્ગલોર વતી ૩ વિકેટ સૌથી સફળ હર્ષલ પટેલ રહ્યો હતો. મસમોટા ૨૪૨ રનના ટાર્ગેટ સામે પંજાબે પહેલી જ ઓવરમાં પ્રભસિમરન સિંહની વિકેટ ગુમાવી દીધી હતી. રિલી રૉસોની૨૭ બૉલમાં ૩ સિક્સર અને ૯ ફોર સાથે ૬૧ રનની શાનદાર ઇનિંગ્સ છતાં પંજાબ ૧૭ ઑવરમાં ૧૮૧ રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી. બૅન્ગલોર (IPL 2024 RCB vs PK) વતી મોહમદ સિરાજે ૩ તથા સ્વપ્નિલ સિંહ અને કર્ણ શર્માએ ૨-૨ વિકેટ લીધી હતી. 


વિરાટ ચોથીવાર ૬૦૦ પાર, રાહુલ બાદ બીજો

ગઈ કાલે ૯૨ રનની ઇનિંગ્સ સાથે સીઝનમાં વિરાટના કુલ ૬૩૪ રન થઈ ગયા હતાં. આ સાથે તેમણે આઇપીએલ સીઝનમાં ચોથીવાર ૬૦૦ રનનો આંકડો પાર કયોર઼્ હતો. આ પહેલા ૨૦૧૬માં ૯૭૩ રન, ૨૦૨૩માં ૬૩૯ રન અને ૨૦૧૪માં ૬૩૪ રન બનાવ્યા હતાં. આવી કમાલ કરનાર એ કે. એલ, રાહુલ બાદ બીજો બૅટર બની ગયો હતો. 


પર્પલ કૅપ હવે હર્ષદના શીરે

ગઈ કાલે ચાર ઓવર (IPL 2024 RCB vs PK)માં ૩૮ રનમાં ત્રણ વિકેટ (કૅમરૂન ગ્રીન, દિનેશ કાર્તિક અને મા‌હિપાલ લોમરોર) સાથે પંજાબ વતી બેસ્ટ પફોર઼્મ કર્યું હતું. આ ત્રણ વિકેટ સાથે તેની હવે કુલ અને આ સીઝનની હાઈએસ્ટ ૨૦ વિકેટ થઈ જતા પર્પલ કૅપ તેણે જસપ્રિત બુમરાહ (૧૮ વિકેટ) પાસેથી ઝૂંટવી લીધી હતી. 

બન્ને ટીમની હવે બાકીની ટક્કરો

બૅન્ગલોર હવે તેની છેલ્લી બન્ને લીગ મૅચ ઘરઆંગરે રમશે. રવિવારે દિલ્હી સામે અને પછી શનિવાર, ૧૮ મેના ચેન્નઈ સામે ટકરાશે. જ્યારે પંજાબ ગુવાહાટીમાં જ બુધવારે રાજસ્થાન સામે અને છેલ્લી લીગ રવિવાર, ૧૮ મેના હૈદરબાદમાં હૈદરાબાદ સામે રમશે. 

આઇપીએલ ૨૦૨૪નું પૉઇન્ટ ટેબલ

ટીમ

મૅચ

જીત

હાર

પૉઇન્ટ

રનરેટ

કલકત્તા

૧૧

૧૬

૧.૪૫૩

રાજસ્થાન

૧૧

૧૬

૦.૪૭૬

હૈદરાબાદ

૧૨

૧૪

૦.૪૦૬

ચેન્નઈ

૧૧

૧૨

૦.૭૦૦

દિલ્હી

૧૨

૧૨

-૦.૩૧૬

લખનઉ

૧૨

૧૨

-૦.૭૬૯

બૅન્ગલોર

૧૨

૧૦

૦.૨૧૭

પંજાબ

૧૨

-૦.૧૮૭

મુંબઈ

૧૨

-૦.૨૧૨

ગુજરાત

૧૧

-૧.૩૨૦

વિરાટે ગઈ કાલે પંજાબ સામે (IPL 2024 RCB vs PK) ૧૦૦૦ રનનો માઇલસ્ટૉન પાર કરી લીધો હતો. આ સાથે ‌વિરાટ કોહલી પહેલો એવો બૅટર બની ગયો હતો જેણે આઇપીએલમાં ત્રણ હરિફ ટીમ સામે ૧૦૦૦ કે એથી વધુ રન બનાવ્યા હોય. વિરાટે પંજાબ પહેલા દિલ્હી અને ચેન્નઈ સામે પણ આ કરી ચૂક્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

10 May, 2024 09:21 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK