૧૬૦.૧૭ના સ્ટ્રાઇકરેટથી ૩ મૅચમાં ૧૬૦ રન બનાવીને સોમવારે ઑરેન્જ કૅપનો માલિક બન્યો હતો
IPL 2024
મુંબઈ ઇન્ડિયન્સ સામેના જોરદાર પર્ફોર્મન્સ પછી મમ્મીએ રિયાન પરાગ પર વહાલ વરસાવ્યું હતું.
આજની મૅચ: દિલ્હી કૅપિટલ્સ v/s કોલકાતા નાઇટ રાઇડર્સ, સાંજે ૭.૩૦ વાગ્યે, વિશાખાપટ્ટનમ
આવતી કાલની મૅચ : ગુજરાત ટાઇટન્સ v/s પંજાબ કિંગ્સ, સાંજે ૭.૩૦ વાગ્યે, અમદાવાદ
મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં સોમવારે રાજસ્થાન રૉયલ્સે ૬ વિકેટે એકતરફી જીત મેળવી હતી. મુંબઈ ઇન્ડિયન્સે આપેલો ૧૨૬ રનનો ટાર્ગેટ રાજસ્થાને ૪ વિકેટ ગુમાવીને ૨૬ બૉલ બાકી રાખીને ચેઝ કરી લીધો હતો. સતત ત્રીજી મૅચ હારનાર મુંબઈ ઇન્ડિયન્સ વર્તમાન સીઝનમાં હોમગ્રાઉન્ડ પર હારનાર ત્રીજી ટીમ બની છે.રિયાન પરાગની ૫૪ રનની તોફાની ઇનિંગ્સની મદદથી રાજસ્થાને સતત ત્રીજી જીત મેળવીને પૉઇન્ટ્સ-ટેબલ પર નંબર વનનું સ્થાન યથાવત્ રાખ્યું છે. પાંચ ચોગ્ગા અને ૩ સિક્સરની મદદથી સતત બીજી ફિફ્ટી ફટકારનાર રિયાન પરાગ બૅન્ગલોરના વિરાટ કોહલી સાથે સંયુક્ત રીતે ઑરેન્જ કૅપ હોલ્ડર બન્યો હતો. જોકે વિરાટ કોહલી ગઈ કાલે આગળ નીકળી ગયો હતો. ત્રણ મૅચમાં ૧૬૦.૧૭ના સ્ટ્રાઇક રેટથી ૧૬૦ રન બનાવનાર રિયાન પરાગને મૅચ બાદ મમ્મી તરફથી સ્પેશ્યલ ગિફ્ટ મળી હતી.
સિક્સર ફટકારીને ૫૦ રન પૂરા કરનાર અને ચોગ્ગો ફટકારીને રાજસ્થાનને ૨૬ બૉલ બાકી રાખીને જીત અપાવનાર રિયાનનું હોટેલમાં તેની મમ્મીએ સ્વાગત કર્યું હતું. તેની મમ્મી દીકરાના કપાળ પર તિલક લગાવી, ગળે વળગાડીને ભાવુક થઈ ગઈ હતી. રાજસ્થાને શૅર કરેલા સોશ્યલ મીડિયા વિડિયોમાં તેની મમ્મી તેને ગાલ પર કિસ કરીને સૉફ્ટ ટૉય આપતી જોવા મળે છે. એક સમયે સતત ટીકા થવાને કારણે રિયાન પરાગની મમ્મી ચિંતિત હતી, પણ આ IPLમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી રહેલા બાવીસ વર્ષના રિયાનનો પરિવાર ગર્વની લાગણી અનુભવી રહ્યો છે. રિયાન પરાગની મમ્મી મિથુ બરુઆ દાસ રાષ્ટ્રીય રેકૉર્ડ ધરાવનાર સ્વિમર છે, જેણે એશિયન ચૅમ્પિયનશિપ અને SAF ગેમ્સમાં ભારત તરફથી ભાગ લીધો હતો. રિયાનના પિતા પરાગ દાસ ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટ ખેલાડી રહી ચૂક્યા છે જેમણે આસામનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
ADVERTISEMENT
મૅચ બાદ રિયાન પરાગે સ્વીકાર્યું કે તેણે છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી T20 ટુર્નામેન્ટમાં સારું પ્રદર્શન કર્યું નથી. પરાગે કહ્યું, ‘કાંઈ બદલાયું નથી, મેં વસ્તુઓને સરળ બનાવી છે. હું વસ્તુઓ વિશે વધુ વિચારું એ પહેલાં આ વર્ષનું ધ્યેય સરળ છે, બૉલ જુઓ અને એને ફટકારો. ૩-૪ વર્ષમાં મેં સારું પ્રદર્શન કર્યું નથી. આ વખતે મેં ખરેખર સખત મહેનત કરી છે. મેં આવી પરિસ્થિતિઓ માટે પ્રૅક્ટિસ કરી છે.’
આ મૅચની બીજી હાઇલાઇટ્સ કઈ?
બે જ દિવસમાં લખનઉ સુપર જાયન્ટ્સના મયંક યાદવના ફાસ્ટેસ્ટ બૉલનો રેકૉર્ડ મુંબઈ ઇન્ડિયન્સના ગેરાલ્ડ કોએત્ઝીએ તોડ્યો હતો. ૧૬મી ઓવરમાં તેણે ૧૫૭.૪ કિલોમીટરની ઝડપે બૉલ ફેંક્યો હતો જે IPL 2024નો ફાસ્ટેસ્ટ બૉલ બન્યો હતો. રોહિત શર્મા, નમન ધીર અને ડેવલ્ડ બ્રેવિસને ગોલ્ડન ડક પર આઉટ કરીને ટ્રેન્ટ બોલ્ટ પ્રથમ ઓવરમાં સૌથી ઓછા બૉલમાં સૌથી વધારે ૨૫ વિકેટ લેનાર બોલર બન્યો હતો.
IPL 2024માં પરાગનું પ્રદર્શન |
|
ટીમ |
રન |
લખનઉ |
૪૩ |
દિલ્હી |
૮૪* |
મુંબઈ |
૫૪* |
IPLમાં સૌથી વધુ ઝીરો |
|
ખેલાડી |
ડક |
રોહિત શર્મા |
૧૭ |
દિનેશ કાર્તિક |
૧૭ |
ગ્લેન મૅક્સવેલ |
૧૫ |
પીયૂષ ચાવલા |
૧૫ |
મનદીપ સિંહ |
૧૫ |
IPLની પ્રથમ ઓવરમાં સૌથી વધુ વિકેટ |
||
બોલર |
વિકેટ |
બૉલ |
ટ્રેન્ટ બોલ્ટ |
૨૫ |
૪૮૬ |
ભુવનેશ્વરકુમાર |
૨૫ |
૬૯૬ |
પ્રવીણ કુમાર |
૧૫ |
૫૩૪ |
IPL 2024ના ફાસ્ટેસ્ટ બૉલ |
|
બોલર |
ઝડપ |
ગેરાલ્ડ કોએત્ઝી |
૧૫૭.૪ કિલોમીટર |
મયંક યાદવ |
૧૫૫ .૮ કિલોમીટર |
મયંક યાદવ |
૧૫૩ .૯ કિલોમીટર |