લોકસભાની ચૂંટણી વચ્ચે કૉમેન્ટરી કરવાનો નિર્ણય કરીને સિધુએ સૌને ચોંકાવી દીધા
નવજોત સિંઘ સીધુ
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની લેટેસ્ટ સીઝનથી, લગભગ એક દાયકા બાદ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર નવજોત સિંહ સિધુ ક્રિકેટના કૉમેન્ટરી-બૉક્સમાં વાપસી કરશે. લોકસભાની ચૂંટણી વચ્ચે કૉન્ગ્રેસના સિનિયર નેતા સિધુએ ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો હતો, પણ હવે IPLમાં વ્યસ્ત હોવાને કારણે તેઓ ચૂંટણીપ્રચારથી દૂર રહેશે. છેલ્લાં કેટલાંક વર્ષ સિધુ માટે ખરાબ રહ્યાં હતાં. જેલની સજા થતાં સિધુએ રાજકારણમાં મેળવેલી આબરૂ અને ટીવી-શો ગુમાવવાં પડ્યાં હતાં. તેમનાં પત્ની કૅન્સર જેવી ઘાતક બીમારીનો સામનો કરી રહ્યાં હતાં. હવે સિધુ ફરી ક્રિકેટની એ દુનિયામાં રીએન્ટ્રી મારશે જેનાથી તેમને મોટી લોકપ્રિયતા મળી છે. સિધુની વાપસીને કારણે ક્રિકેટ-ફૅન્સને શેર-શાયરીવાળી કૉમેન્ટરી સાંભળવા મળશે.