૪૦ ઓવરમાં ૫૪૯ રન બન્યા એ જોઈને સચિન તેન્ડુલકરે કહ્યું...
IPL 2024
સચિન તેંડુલકર , પૅટ કમિન્સ
એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સનરાઇઝર્સ હૈદરાબાદે ૩ વિકેટે ૨૮૭ રન ફટકારીને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ઇતિહાસના સૌથી મોટા સ્કોર ૨૭૭ રનનો પોતાનો જ રેકૉર્ડ તોડ્યો હતો. ફ્રૅન્ચાઇઝી ક્રિકેટનો સૌથી મોટો સ્કોર ખડકવાની સાથે જ હૈદરાબાદે અફઘાનિસ્તાનનો ૩ વિકેટે ૨૭૮ના સ્કોરનો રેકૉર્ડ તોડી T20 ઇતિહાસનો બીજો સૌથી મોટો સ્કોર પોતાના નામે કર્યો હતો. ૨૨ સિક્સર અને ૧૯ ચોગ્ગાની મદદથી હૈદરાબાદ IPLમાં ૨૭૦ પ્લસનો સ્કોર બે વાર કરનારી પ્રથમ ટીમ બની છે. એક IPL સીઝનમાં ૨૫૦ પ્લસનો સ્કોર બે વાર કરનાર હૈદરાબાદે એક ઇનિંગ્સમાં સૌથી વધુ બાવીસ સિક્સર ફટકારવાનો રેકૉર્ડ પણ પોતાના નામે કર્યો હતો. રન ચેઝ કરવા ઊતરેલી રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરે ૭ વિકેટે ૨૬૨ રન કરતાં એક T20 મૅચમાં સૌથી વધુ ૫૪૯ રનનો વર્લ્ડ રેકૉર્ડ બન્યો હતો. ૧૭મી સીઝનની ૩૦મી મૅચમાં કુલ ૮૧ બાઉન્ડરી જોવા મળી જેણે ૨૦૨૩ના વેસ્ટ ઇન્ડીઝ અને સાઉથ આફ્રિકાની મૅચના સૌથી વધુ T20 મૅચની બાઉન્ડરીના રેકૉર્ડની બરાબરી કરી હતી. હૈદરાબાદ અને મુંબઈની મૅચના સૌથી વધારે ૩૮ સિક્સરના રેકૉર્ડની બરાબરી પણ આ મૅચમાં થઈ હતી. ૩૦ વર્ષના ઑસ્ટ્રેલિયન બૅટ્સમૅન ટ્રૅવિસ હેડે ૩૯ બૉલમાં ફાસ્ટેસ્ટ અને ઑવરઓલ ચોથી ફાસ્ટેસ્ટ સેન્ચુરી ફટકારી હતી. ૧૦૦ સદી ફટકારનાર માસ્ટર બ્લાસ્ટર સચિન તેન્ડુલકરે સોશ્યલ મીડિયા પર લખ્યું, ‘બન્ને ટીમે પાવર હિટિંગનું શાનદાર પ્રદર્શન કર્યું હતું. ૪૦ ઓવરમાં ૫૪૯ રન. હવે કોણ બોલર બનવા માગશે?’ જોકે ઑસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર પૅટ કમિન્સે મૅચ બાદ બૅટ્સમૅન બનવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
T20 મૅચમાં સૌથી વધારે બાઉન્ડરી |
||
બાઉન્ડરી |
મૅચ |
વર્ષ |
૮૧ |
હૈદરાબાદ વિરુદ્ધ બૅન્ગલોર |
૨૦૨૪ |
૮૧ |
વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ સાઉથ આફ્રિકા |
૨૦૨૩ |
૭૮ |
મુલતાન સુલતાન વિરુદ્ધ ક્વેટા ગ્લૅડિયેટર્સ |
૨૦૨૩ |
ADVERTISEMENT
T20 મૅચમાં સૌથી વધુ રન |
||
રન |
મૅચ |
વર્ષ |
૫૪૯ |
હૈદરાબાદ વિરુદ્ધ બૅન્ગલોર |
૨૦૨૪ |
૫૨૩ |
હૈદરાબાદ વિરુદ્ધ મુંબઈ |
૨૦૨૪ |
૫૧૭ |
વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ સાઉથ આફ્રિકા |
૨૦૨૩ |
૫૧૫ |
મુલતાન સુલતાન વિરુદ્ધ ક્વેટા ગ્લૅડિયેટર્સ રાવલપિંડી |
૨૦૨૩ |
૫૦૬ |
સરે વિરુદ્ધ મિડલસેક્સ |
૨૦૨૩ |
T20 મૅચમાં સૌથી વધુ સિક્સર |
||
સિક્સર |
મૅચ |
વર્ષ |
૩૮ |
હૈદરાબાદ વિરુદ્ધ બૅન્ગલોર |
૨૦૨૪ |
૩૮ |
હૈદરાબાદ વિરુદ્ધ મુંબઈ |
૨૦૨૪ |
૩૭ |
બલ્ખ લેજન્ડ્સ વિરુદ્ધ કાબુલ ઝવાન શારજાહ |
૨૦૧૮ |
૩૭ |
જમૈકા તલ્લાવાહ વિરુદ્ધ નેવિસ પૅટ્રિયટ્સ બેસેટેરે |
૨૦૧૯ |
IPL ઇનિંગ્સમાં સૌથી વધુ સિક્સર |
||
સિક્સર |
મૅચ |
વર્ષ |
૨૨ |
હૈદરાબાદ વિરુદ્ધ બૅન્ગલોર |
૨૦૨૪ |
૨૧ |
બૅન્ગલોર વિરુદ્ધ પુણે |
૨૦૧૩ |
૨૦ |
બૅન્ગલોર વિરુદ્ધ ગુજરાત |
૨૦૧૬ |
૨૦ |
દિલ્હી વિરુદ્ધ ગુજરાત |
૨૦૧૭ |
૨૦ |
હૈદરાબાદ વિરુદ્ધ મુંબઈ |
૨૦૨૪ |
IPLમાં એક ઇનિંગ્સમાં સૌથી વધુ સ્કોર |
|||
સ્કોર |
ટીમ |
વિરોધી ટીમ |
વર્ષ |
૨૮૭/૩ |
હૈદરાબાદ |
બૅન્ગલોર |
૨૦૨૪ |
૨૭૭/૩ |
હૈદરાબાદ |
મુંબઈ |
૨૦૨૪ |
૨૭૨/૭ |
કલકત્તા |
દિલ્હી |
૨૦૨૪ |
૨૬૩/૫ |
બૅન્ગલોર |
પુણે |
૨૦૧૩ |
૨૬૨/૭ |
બૅન્ગલોર |
હૈદરાબાદ |
૨૦૨૪ |