Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > IPL 2024: હૈદરાબાદની ફાસ્ટેસ્ટ રેકોર્ડબ્રેક જીત, લખનઉ મુશ્કેલીમાં, મુંબઈ આઉટ

IPL 2024: હૈદરાબાદની ફાસ્ટેસ્ટ રેકોર્ડબ્રેક જીત, લખનઉ મુશ્કેલીમાં, મુંબઈ આઉટ

Published : 09 May, 2024 08:30 AM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

IPL 2024: LSG vs SRH, Match 57 – બર્થ-ડે બૉય પૅટ કમિન્સની સેનાએ ૧૬૬ રનના ટાર્ગેટના માત્ર ૯.૪ ઓવરમાં વિના વિકેટે મેળવીને આઇપીએલમાં ૧૫૦ પ્લસ રનનો ટાર્ગેટ સૌથી ઓછા બૉલમાં હાંસિલ કરવાનો નવો રેકોર્ડ રચી દીધો

તસવીર સૌજન્ય : ipl.com

IPL 2024

તસવીર સૌજન્ય : ipl.com


કી હાઇલાઇટ્સ

  1. હૈદરાબાદની જીતને લીધે પાંચ વખતના ચૅમ્પિયન મુંબઈ માટે પ્લે-ઑફના દરવાજા બંધ થઈ ગયા
  2. ૧૦ ઓવરમાં હાઈએસ્ટ સ્કોર કરી નવો ટી૨૦ રેકોર્ડ બનાવ્યો સનરાઇઝર્સ હૈદરબાદે
  3. હૈદરબાદના ઓપનરો ટ્રેવિસ હેડ અને અભિષેક શર્માએ પાવર-પ્લેમાં ૧૦૭ રન બનાવ્યા

આઇપીએલ ૨૦૨૪ (IPL 2024) માં ગઈ કાલે સનરાઇઝર્સ હૈદરબાદ (Sunrisers Hyderabad) એ ફરી તેમના અસલી અંદાજમાં મેદાન ગજવતા ચોગ્ગા-છગ્ગાના વરસાદ સાથે આઇપીએલ અને ટી૨૦ ક્રિકેટમાં એક નવો ઇતિહાસ રચી દીધો હતો. લખનઉ સુપર જાયન્ટ્સ (Lucknow Super Giants) એ આપેલા ૧૬૬ રનના ટાર્ગેટને હૈદરબાદના આોપનરોએ માત્ર ૯.૪ જ ઓવરમાં હાંસિલ કરીને ૧૦ વિકેટથી ટનાટન વિજય મેળવીને પ્લે-ઑફમાં સ્થાન ઑલમોસ્ટ કન્ફર્મ કરી લીધું હતું. આ જીત સાથે હૈદરાબાદ ૧૪ પૉઇન્ટ અને ૦.૪૦૬ની રનરેટ સાથે ત્રીજા નંબરે પહોંચી ગયું હતું. લખનઉ છઠ્ઠા નંબરે ધકેલાઈ ગયું હતું અને નેકસ્ટ રાઉન્ડ માટે હવે તેમની રાહ મુશ્કેલ બની ગઈ હતી.


લખનઉના કૅપ્ટન કે. એલ. રાહુલે ટૉસ જીતીને પહેલા બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. પણ તેમની શરૂઆત ખૂબ જ નબળી રહી હતી અને પાવર-પ્લેમાં માત્ર ૨૭ રન જ બનાવી શક્યા હતાં અને ઓપનર ક્વીન્ટન ડિકૉક (૨ રન) અને માર્કસ સ્ટૉઇનિસ (૩ રન)ની વિકેટ પણ ગુમાવી દીધી હતી. કૅપ્ટન રાહુલની આર્શ્યચજનક રીતે ૩૩ બૉલમાં ૨૯ રનની ખૂબ જ ધીમી ઇનિંગ્સને લીધે લખનઉના સ્કોરને બ્રેક લાગી ગઈ હતી અને ટીમની એક સમયે ૧૧.૨ ઓવરમાં ૪ વિકેટે ૬૬ રનની દયનિય હાલત થઈ ગઈ હતી. જોકે નિકોલસ પૂરન (૨૬ બૉલમાં અણનમ ૪૮ રન) અને આયુષ બદોની (૩૦ બૉલમાં ૫૫ રન) વચ્ચે પાંચમી વિકેટ માટે ૯૯ રનની અણનમ પાર્ટનરશીપને લીધે લખનઉ સન્માનજનક ૧૬૬ રન સુધી પહોંચી શક્યું હતું.



૧૬૭ રનના ટાર્ગેટને હૈદરાબાદના ઇનફોર્મ ઓપનરો ટ્રેવિસ હેડ (૩૦ બૉલમાં ૮ સિક્સર અને ૮ ફોર સાથે અણનમ ૮૯ રન) અને અભિષેક શર્મા (૨૮ બૉલમાં ૬ સિક્સર અને ૮ ફોર સાથે અણનમ ૭૫ રન)એ પાવર-પ્લેમાં ૧૦૭ રન અને માત્ર ૯.૪ ઓવરમાં વિના વિકેટે ૧૬૭ રન ફટકારીને કમાલની રેકોર્ડ-બ્રેક જીત મેળવી હતી.


૧૫૦ પ્લસનો ટાર્ગેટનો ચેઝનો નવો રેકોર્ડ

૧૬૬ રનના ટાર્ગેટને માત્ર ૯.૪ ઓવર એટલે કે માત્ર ૫૮ બૉલમાં હાસિંલ કરીને આઇપીએલમાં ૧૫૦ પ્લસનો ટાર્ગેટ સૌથી ઓછી ઓવરમાં હાંસિલ કરવાનો નવો રેકોર્ડ બનાવી દીધો હતો. આ પહેલાનો રેકોર્ડ ડૅક્કન ચાર્જરના નામે હતો. ૨૦૦૮માં ડેક્કને મુંબઈએ આપેલા ૧૫૫ રનના ટાર્ગેટને માત્ર ૧૨ ઓવરમાં મેળવ્યો હતો.


ટી૨૦ ક્રિકેટમાં પણ આ સાથે નવો રેકોર્ડ બની ગયો હતો. આ પહેલાનો રેકોર્ડ ૬૦ બૉલનો હતા, જે ઑસ્ટ્રેલિયન ટી૨૦ લીગ બિગ બૅશમાં ૨૦૧૮-૧૯ની સીઝનમાં મૅલબર્ન સ્ટાર્સે સામે બ્રિસબેન હિટે ૧૫૭ રન ૧૦ ઓવરમાં હાંસિલ કરીને બનાવ્યો હતો.

૧૦ ઓવરમાં હાઈએસ્ટ સ્કોર, નવો ટી૨૦ રેકોર્ડ

હૈદરાબાદે ગઈ કાલે ૯.૪ ઓવરમાં બનાવેલા ૧૬૭ રન સાથે ટી૨૦ ક્રિકેટમાં નવો રેકોર્ડ બનાવી લીધો હતો. ટી૨૦ ક્રિકેટમાં ૧૦ ઓવરમાં આવેલા આ ૧૬૭ રન હાઈએસ્ટ છે. આ પહેલાનો રેકોર્ડ સાઉથ આફ્રિકાનો ૧૪૯ રનનો હતો જે તેમણે ગયા વર્ષે વેસ્ટ ઇન્ડિઝ સામે બનાવ્યો હતો.

હેડ-અભિષેક કી જોડી કમાલ કી

હૈદરબાદના આ સીઝનમાં તેમના દમદાર પફોર઼્મન્સમાં સૌથી મોટું યોગદાન તેમના બન્ને ઓપનરો ટ્રેવિસ હેડ અને અભિષેક શર્માનું છે. હેડ આ સીઝનમાં અત્યાર સુધી ૧૧ ઇનિંગ્સમાં થર્ડ હાઈએસ્ટ ૫૩૩ રન બનાવ્યા છે જ્યારે અભિષેકે ૧૨ ઇનિંગ્સમાં ૪૦૧ રન બનાવ્યા છે. આ બન્નેની આક્રમક શરૂઆતને લીધે જ હૈદરાબાદ આ સીઝનમાં અનેક નવા રેકોર્ડ રચી રહ્યું છે. ગઈ કાલે પણ લખનઉ સામે બન્ને અણનમ ૧૬૭ રનની પાર્ટનરશીપ સાથે ટીમને ૧૦ વિકેટ કમાલની જીત અપાવી હતી. બન્ને વચ્ચેની માત્ર ૩૪ બૉલમાં બનાવેલી ૧૦૦ રનની પાર્ટનરશીપ આઇપીએલની સેકન્ડ ફાસ્ટેટ બની ગઈ હતી. ફાસ્ટેસ્ટનો રેકોર્ડ પણ આ જ બન્ને વચ્ચેનો ૩૦ બૉલનો છે, જે તેમણે આ જ સીઝનમાં દિલ્હી સામે બનાવ્યો હતો.

કમિન્સ છવાયો, રાહુલની નીંદા

મૅચ બાદ ગઈ કાલે સોશ્યલ મિડિયમાં બન્ને ટીમના કૅપ્ટનો છવાઈ ગયા હતાં. હૈદરાબાદના કૅપ્ટન પૅટ કમિન્સનો ગઈ કાલે બર્થ-ડે હતો અને ટીમે ધમાકેદાર જીત મેળવીને તેના આ જન્મદિવસને યાદગાર બનાવી દીધો હતો. સોશ્યલ મિડિયામાં પણ ચાહકોએ તેને બર્થ-ડે અને રેકોર્ડ-બ્રેક જીત બદલ અઢળક અભિનંદનો મળ્યા હતાં. અમુક લોકોએ કમેન્ટ પણ કરી હતી કે ટીમને કૅપ્ટનની બથ-ડે પાર્ટીમાં જવાનું હોવાથી મૅચને જલદી ખતમ કરી નાખી હતી.

બીજી તરફ લખનઉના કૅપ્ટન રાહુલે ૩૩ બૉલમાં એક સિક્સર અને એક ફોર સાથે બનાવેલા માત્ર ૨૯ રનને લીધા સાશ્યલ મિડિયામાં ભારે ટ્રોલ થયો હતો. અનેક લોકોએ ટીમની હાર બદલ તેને જ જવાબદાર ગણાવ્યો હતો અને સિલેક્ટર અજીત આગરકરનનો રાહુલને આગામી ટી૨૦ વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં સિલેક્ટ ન કરવા બદલ આભાર માન્યો હતો.

મુંબઈની ફાસ્ટેસ્ટ એક્ઝીટ

હૈદરબાદની જીતને લીધે મુંબઈ ઇન્ડિયન્સ આઇપીએલ ૨૦૨૪માં પ્લે-ઑફની રેસમાંથી આઉટ થનાર પ્રથમ ટીમ બની ગઈ છે. આમ પાંચ વખતની ચૅમ્પિયન મુંબઈ તેમજ તેના નવા કૅપ્ટન હાર્દિક પંડયા માટે મોટી નામોશી હતી કે ટીમ આટલી જલદી ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે.

બન્ને ટીમની હવે બાકીની ટક્કરો

લખનઉ હવે તેની છેલ્લી બે લીગ મૅચમાં મંગળવારે દિલ્હીમાં દિલ્હી સામે ત્યારબાદ નેકસ્ટ શુક્રવારે વાનખેડેમાં મુંબઈ સામે ટકરાશે. જ્યારે હૈદરાબાદ હવે એક અઠવાડિયાના આરામ બાદ ઘરઆંગણે આવતા ગુરુવારે ગુજરાત સામે અને ત્યારબાદ રવિવાર, ૧૯ મેના પંજાબ સામે તેમની છેલ્લી લીગ મૅચ રમશે.

આઇપીએલ ૨૦૨૪નું પૉઇન્ટ ટેબલ

ટીમ

મૅચ

જીત

હાર

પૉઇન્ટ

રનરેટ

કલકત્તા

૧૧

૧૬

૧.૪૫૩

રાજસ્થાન

૧૧

૧૬

૦.૪૭૬

હૈદરાબાદ

૧૨

૧૪

૦.૪૦૬

ચેન્નઈ

૧૧

૧૨

૦.૭૦૦

દિલ્હી

૧૨

૧૦

-૦.૩૧૬

લખનઉ

૧૨

૧૨

-૦.૭૬૯

બૅન્ગલોર

૧૧

-૦.૦૪૭

પંજાબ

૧૧

-૦.૧૮૭

મુંબઈ

૧૨

-૦.૨૧૨

ગુજરાત

૧૧

-૧.૩૨૦

 

80

ગઈ કાલની મૅચમાં પાવર-પ્લેમાં હૈદરબાદે ૧૦૭ રન અને લખનઉએ માત્ર ૨૭ રન બનાવ્યા હતાં. આ સાથે આઇપીએલમાં એક મૅચમાં બન્ને ટીમો પાવર-પ્લેમાં બનાવેલા રનના તફાવતમાં ગઈ કાલના ૮૦ રન હાઈએસ્ટ બની ગયા હતાં. આ પહેલાનો રેકોર્ડ ૬૯ રનનો હતો જે ગયા શનિવારે બૅન્ગલોર (૯૨ રન) અને ગુજરાત (૨૩ રન) વચ્ચેની ટક્કરમાં જોવા મળ્યો હતો.

62

૯.૪ ઓવરમાં વિજય મેળવીને હૈદરાબાદે આઇપીએલમાં ૧૦૦ પ્લસના ટાર્ગેટને સૌથી વધુ ૬૨ બૉલ બાકી રાખીને નવો રેકોર્ડ રચી દીધો હતો.

Whatsapp-channel Whatsapp-channel

09 May, 2024 08:30 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK