Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > દિલ્હીએ લખનઉને અદબથી હરાવી, છેલ્લા ક્રમાંકની નામોશી ટાળી

દિલ્હીએ લખનઉને અદબથી હરાવી, છેલ્લા ક્રમાંકની નામોશી ટાળી

Published : 13 April, 2024 10:27 AM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

લખનઉમાં ૬ વિકેટથી જીત મેળવી પૉઇન્ટ ટેબલ પર બૉટમ ૧૦માં નંબરેથી નવમાં ક્રમાંકે પહોંચી : ઇન્જરી બાદ કમબૅક કરી રહેલા કુલદીપ યાદવ બન્યો જીતનો હીરો : આયુષ બદાની અને અર્શદ ખાને રચ્યો આઠમી વિકેટ માટેની પાર્ટનરશીપનો રેકોર્ડ

આયુષ બદોની અને અર્શદ ખાન

IPL 2024

આયુષ બદોની અને અર્શદ ખાન


આઇપીએલ (IPL 2024)માં ગઈ કાલે લખનઉમાં દિલ્હી કૅપિટલ્સ (Delhi Capitals)એ લખનઉ સુપર જાયન્ટ્સ (Lucknow Super Giants)ને ૬ વિકેટથી હરાવીને હારની હૅટ-ટ્રીકને ટાળી અને અને ખૂબ જ મહત્વના બે પૉઇન્ટ મેળવીને પૉઇન્ટ ટેબલમાં છેલ્લા ૧૦માં ક્રમાંકની નામોશીમાંથી એક ડગલુ ઉપર નવમાં ક્રમાંક મેળવ્યો હતો. ૧૦માં ક્રમાંકે રૉયલ ચેલેન્જર્સ બૅન્ગલુરુ ધકેલાઈ ગઈ છે. લખનઉ છેલ્લી ત્રણેય મૅચ જીતી હતી પણ ગઈ કાલે ઘરઆંગણે ટૉપ ઓર્ડર બૅટરોના ફ્લૉપ શૉને લીધે ફસડાઈ પડી હતી.


કુલદીપનો કહર, બદોની સંકટમોચન



ટૉસ જીતીને લખનઉ પહેલા બૅટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઓપનરો ક્વિટન ડિકૉક(૧૩ બૉલમાં ૧૯) અને કૅપ્ટન કે. એલ. રાહુલ (૨૨ બૉલમાં ૩૯ રન)ની વિદાય બાદ મિડલ ફસડાઈ પડ્યો હતો. દેવદત્ત પડિકલ (૩), માર્કસ સ્ટૉઇનસ (૮), નિકોલસ પૂરન (૦), દીપક હૂડા (૧૦) અને કુણાલ પંડ્યા (૩)ની વહેલી વિદાયને લીધે લખનઉએ ૧૩ ઓવરને અંતે માત્ર ૯૭ રનમાં સાત વિકેટ ગુમાવી દીધી હતી. આયુષ બદોની અને અર્શદ ખાનની આઠમી વિકેટ માટેની રેકોર્ડ અણનમ ૭૩ રનની પાર્ટનરશીપને લીધે લખનઉ ૨૦ ઓવરમાં સાત વિકેટે સન્માજનક ૧૬૭ રન સુધી પહોંચી શક્યું હતું. ઇન્જરી બાદ કમબૅક કરી રહેલા કુલદીપ યાદવે ચાર ઓવરમાં માત્ર ૨૦ રન આપીને ૩ મુલ્યવાન વિકેટ સાથે લખનઉની મિડલ ઓર્ડરની કમર તોડી નાખી હતી. કુલદીપ તેના આ કમાલના પફોર઼્ન્સને લીધે મૅન ઑફ ધ મૅચ બન્યો હતો.


મૅકગર્ક પહેલી જ મૅચમાં ચમક્યો

૧૬૮ રનના ટાર્ગેટ સામે દિલ્હીએ ડેવિડ વોર્નર (૮)ની જલદી ગુમાવી દીધો  ૨૨ બૉલમાં ૩૨ રનની સારી શરૂઆત બાદ આઉટ થઈ ગયો હતો. ત્યારબાદ જૅક ફ્રેસર-મૅકગર્કે પોતાની પહેલી જ આઇપીએલ મૅચમાં હાફ-સેન્ચુરી (૩૫ બૉલમાં પાંચ સિક્સર અને બે ફોર સાથે ૫૫ રન) ફટકારતા દિલ્હી લખનઉને મૅચમાં કમબૅક કરવાનો મોકો નહોતો આપ્યો. કૅપ્ટન રિષભ પંતે પણ ૨૪ બૉલમાં બે સિક્સર અને ચાર ફોર સાથે ૪૧ રનની આક્રમક ઇનિંગ્સ રમીને ટીમને જીતના દ્વાર સુધી લઈ ગયો હતો. દિલ્હીએ આખરે ૧૮.૧ ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને વિજય હાંસિલ કરી લીધો હતો.


કોણ છે મૅકગર્ક?

લુન્ગી ઍન્ગડી ઇન્જર્ડ છતાં દિલ્હી ટીમમાં સામેલ કરવામાં આવેલો ૨૧ વર્ષિય જૅક ફ્રેસર-મૅકગર્કે ઑસ્ટ્રેલિયન ખેલાડી છે. આઇપીએલ પહેલા આઈએલટી૨૦માં પણ દુબઈ કૅપિટલ્સ વતી રમતા શાનદાર પફોર઼્મ કર્યું હતું. ઑસ્ટ્રેલિયા વતી એ અત્યાર સુધીએ બે જ વન-ડે રમ્યો છે જેમાં તેણે ૨૨૦ની સ્ટ્રાઇક રેટ સાથે ૫૧ રન બનાવ્યાં છે.

લિસ્ટ-A ક્રિકેટમાં જૅકના નામે વન-ડેમાં ફાસ્ટેસ્ટ સેન્ચુરીનો રેકોર્ડ છે. તેણે ગયા વર્ષે ૧૩ સિક્સર અને ૧૦ ફોર સાથે માત્ર ૨૯ બૉલમાં સેન્ચુરી ફટકારીને એબી ડિલિયર્સનો ૩૧ બૉલનો રેકોર્ડ તોડી નાખ્યો હતો.

હવે ટક્કર કોની સામે?

દિલ્હી હવે બુધવારે અમદાવાદમાં ગુજરાત સામે અને લખનઉ આવતી કાલે ઇડન ગાર્ડનમાં કલકત્તા સામે ટકારાશે.

આઠમી વિકેટની પાર્ટનરશીપનો રેકોર્ડ

આયૂષ બદોની (૩૫ બૉલમાં એક સિક્સર અને પાંચ ફોર સાથે અણનમ ૫૫ રન) અને અર્શદ ખાન (૧૬ બૉલમાં બે ફોર સાથે અણનમ ૨૦) સંકટમોચન બનીને લખનઉની વહારે આવ્યા હતાં. ૯૭ રનમાં સાત વિકેટની દયનિય સ્થિતિમાં બન્ને વચ્ચે અણનમ ૭૩ રનની પાર્ટનરશીપ સાથે  આઇપીએલમાં આઠમી વિકેટ માટેનો એક નવો રેકોર્ડ રચી દીધો હતો. આ પહેલા આ રેકોર્ડ ૬૯ રનનો રાજસ્થાન રૉયલ્સના બ્રેડ હૉગ અનેજૅમ્સ ફૉકનરના નામે હતો જે તેમણે ૨૦૧૯માં મુંબઈ સામે બનાવ્યો હતો.

ટૉપ ફાઇવ આઠમી વિકેટ માટેની પાર્ટનરશીપ

૨ન

જોડી

વિરુદ્ધ

તારીખ

૭૩*

આયુષ બદોની અને અર્શદ ખાન

દિલ્હી

૧૨ એપ્રિલ ૨૦૨૪

૬૯

બ્રેડ હૉગ અને જૅમ્સ ફૉકનર

મુંબઈ

૧૯ મે ૨૦૧૪

૬૮

હૅન્રિચ ક્લાસૅન અને ભુવનેશ્વરકુમાર

ગુજરાત

૧૫ મે ૨૦૨૩

૫૩*

રાયન મૅકલૅરેન અને હરભજન સિંહ

ડેક્કન

૨૩ માર્ચ ૨૦૧૦

૫૨*

રિન્કુ સિંહ અને ઉમેશ યાદવ

ગુજરાત

૯ એપ્રિલ ૨૦૨૩

 

આઇપીએલ ૨૦૨૪નું પૉઇન્ટ ટેબલ

ટીમ

મૅચ

જીત

હાર

પૉઇન્ટ

રનરેટ

રાજસ્થાન

૦.૮૭૧

કલકત્તા

૧.૫૨૮

ચેન્નઈ

૦.૬૬૬

લખનઉ

૦.૪૩૬

હૈદરાબાદ

૦.૩૪૪

ગુજરાત

-૦.૬૩૭

મુંબઈ

-૦.૦૭૩

પંજાબ

-૦.૧૯૬

દિલ્હી

-૦.૯૭૫

બૅન્ગલોર

-૧.૧૨૪

 

25

આઇપીએલમાં ૩૦૦૦ રન પુરા કરનાર રિષભ પંત ૨૫મો ખેલાડી બની ગયો હતો.

Whatsapp-channel Whatsapp-channel

13 April, 2024 10:27 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK