IPL 2024: આજે સાંજે રાજસ્થાન રૉયલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ થવાની છે.
IPL 2024
ગૌતમ ગંભીર અને હાર્દિક પંડ્યા (ફાઇલ તસવીર)
કી હાઇલાઇટ્સ
- હાર્દિક પંડ્યાની કેપટની હેઠળ મુંબઈ ઈન્ડિયન્સ પોઇંટ્સ ટેબલમાં નવમા સ્થાને છે.
- હાર્દિક પંડ્યાને એમઆઇની હારનું કારણ કહી તેને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.
- હાર્દિક સામે કરવામાં આવતી ટ્રોલિંગને લઈને આવે ગૌતમ ગંભીરે નિવેદન આપ્યું છે.
ઇન્ડિયન પ્રીમિયર લીગ 2024 (IPL 2024)ની 17મી સિઝન મુંબઈ ઈન્ડિયન્સ (MI) માટે ખૂબ જ ખરાબ રહ્યું છે. આ સિઝનમાં 13 માથી માત્ર ચાર મેચ જીતીની નવ મેચોમાં હાર મેળાવનાર મુંબઈની ટીમ પોઇન્ટ્સ ટેબલમાં નવમાં સ્થાને છે. હાર્દિક પંડ્યાની કેપ્ટનસી હેઠળ મુંબઈ ઈન્ડિયન્સ આઇપીએલ પ્લેઓફની રેસમાંથી બહાર થનારી પહેલી ટીમ બની હતી. એમઆઇના સાવ નબળા પર્ફોર્મન્સને લીધે લોકોની સાથે અનેક દિગ્ગજ ક્રિકેટરોએ પણ હાર્દિક પંડ્યાને જવાબદાર ગણાવતા તેને જોરદાર ટ્રોલ કર્યો હતો. હાર્દિક પંડ્યાની ટ્રોલિંગ વચ્ચે હવે ક્રિકેટર ગૌતમ ગંભીર તેના સમર્થનમાં આવ્યો છે. હાર્દિકનું સમર્થન કરીને હવે ગૌતમ ગંભીરે રૉયલ ચેલેન્જર્સ બૅન્ગલોર (RCB)ના બે ખેલાડીઓને હાર્દિકને ટ્રોલ કરવા બદલ જોરદાર જવાબ આપ્યો છે.
આઇપીએલના થોડા સમય પહેલા મુંબઈ ઈન્ડિયન્સે (IPL 2024) રોહિત શર્માને કેપ્ટન પદથી હટાવીને હાર્દિક પંડ્યાને ટીમનું સુકાની પદ સોંપ્યું હતું. રોહિત શર્માને કેપ્ટન તરીકે હટાવતા એમઆઇના ફેન્સ નારાજ થયા હતા અને તેઓએ હાર્દિક પંડ્યાનો વિરોધ કરવાની સાથે તેને ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું. એમઆઇના પર્ફોર્મન્સ માટે RCBના ભૂતપૂર્વ ખેલાડી એબી ડી વિલિયર્સ અને કેવિન પીટરસને હાર્દિક પંડ્યાને જવાબદાર ગણાવ્યો હતો. આ બે દિગ્ગજ ખેલાડીઓએ હાર્દિકની કેપ્ટન્સી અને સ્કીલ્સ પર સવાલો ઉઠાવ્યા હતા.
ADVERTISEMENT
એબી ડી વિલિયર્સ અને કેવિન પીટરસનના નિવેદનને ટાંકીને કોલકાત્તા નાઈટ રાઈડર્સ (KKR)ના મેન્ટર અને પૂર્વ કેપ્ટન ગૌતમ ગંભીરે ટીકા કરી હતી. ગંભીરે (IPL 2024) કહ્યું "જ્યારે તેઓ (એબી ડી વિલિયર્સ અને કેવિન પીટરસન) ટીમના કેપ્ટન હતા ત્યારે તેમના પોતાનું પ્રદર્શન કેવું હતું? મને નથી લાગતું કે તે કેવિન પીટરસન હોય કે પછી એબી ડી વિલિયર્સ, તેમણે પોતાના ક્રિકેટ કરિયરમાં કેપ્ટન્સીનું શ્રેષ્ઠ પ્રદર્શન દર્શાવ્યું હશે. જો તમે એબી ડી વિલિયર્સના રેકોર્ડ્સ પર નજર કરો તો મને નથી લાગતું કે તેણે રેન બનાવ્યા સિવાય કંઈપણ મેળવ્યું છે હાર્દિક પંડ્યા હજુ પણ આઇપીએલ વિજેતા કેપ્ટન છે. તેથી તમારે નારંગીની સરખામણી નારંગી સાથે ન કરવી જોઈએ”, એવી પણ ટીકા ગૌતમ ગંભીરે કરી હતી.
IPLની 17મી સિઝનમાં દરેક ટીમો વચ્ચે જોરદાર મુકાબલો જામ્યો છે. આ સિઝનમાં અત્યાર સુધી 64 મેચ પૂર્ણ થઈ ગઈ છે છે. શ્રેયસ ઐયરની કેપ્ટન્સી હેઠળ કેકેઆર પ્લેઓફ માટે ક્વોલિફાઈ થનારી પ્રથમ ટીમ બની હતી અને તે બાદ સંજુ સેમસનની સુકાનીવાળી રાજસ્થાન રૉયલ્સે (IPL 2024)પણ પ્લેઓફમાં પોતાનું સ્થાન મેળવ્યું છે. જો કે મુંબઈ ઈન્ડિયન્સ, પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ પ્લેઓફમાં સ્થાન મેળવવાથી બહાર થઈ ગઈ છે. જેથી હવે બચેલી ક્વોલિફાઈ જગ્યા મેળવવા માટે ચેન્નઈ સુપર કિંગ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, રૉયલ ચેલેન્જર્સ બૅન્ગલોર, દિલ્હી કેપિટલ્સ અને લખનઊ સુપર જાયન્ટ્સ આ પાંચ ટીમો વચ્ચે જોરદાર જંગ થવાની છે.