ધોની ઘૂંટણની ગંભીર ઈજા છતાં રમી રહ્યો છે.
IPL 2023
ધોનીની ટીમના ૬ પૉઇન્ટ થઈ ગયા છે.
ભૂતપૂર્વ ભારતીય ઓપનર વીરેન્દર સેહવાગનું એવું માનવું છે કે ‘ચેન્નઈના બોલર્સ લગભગ દરેક મૅચમાં વધુપડતા નો બૉલ અને વાઇડ ફેંકીને કૅપ્ટન ધોનીને નિરાશ કરી રહ્યા છે, જેના પરથી કહી શકાય કે જો આ રીતે અપાતા એક્સ્ટ્રામાં ઘટાડો નહીં થાય તો ધોનીના રમવા પર ‘પ્રતિબંધ’ આવી શકે. સોમવારે બૅન્ગલોર સામેની મૅચમાં ધોની ખુશ નહોતો લાગતો. અગાઉ તે કહી ચૂક્યો છે કે તેના બોલર્સે નો બૉલ અને વાઇડની સંખ્યા ઘટાડવી જ પડશે. ધોની ઘૂંટણની ગંભીર ઈજા છતાં રમી રહ્યો છે. એવું લાગે છે કે આ ઇન્જરીને કારણે તે હજી થોડી વધુ મૅચો રમશે, પરંતુ જો તેના બોલર્સ વધુપડતાં નો બૉલ અને વાઇડ ફેંકશે તો ધોનીએ કદાચ વહેલો આરામ કરી લેવો પડશે.’
પી.ટી.આઇ.ના અહેવાલ મુજબ સેહવાગે ક્રિકબઝ વેબસાઇટને કહ્યું, ‘ચેન્નઈના બોલર્સે એટલી હદે ન જવું જોઈએ જેમાં ધોની પર સસ્પેન્શન આવી જાય અને ચેન્નઈની ટીમે તેમના આ લેજન્ડરી કૅપ્ટન વિના રમવું પડે.’ બૅન્ગલોર સામે ચેન્નઈના બોલર્સે એક્સ્ટ્રામાં ૧૧ રન આપ્યા હતા. લખનઉને તો નો બૉલ અને વાઇડ મળીને કુલ ૧૮ રન એક્સ્ટ્રામાં મળ્યા હતા.