શિવમ દુબે (૪૮ અણનમ, ૩૪ બૉલ, ત્રણ સિક્સર, એક ફોર)નો સ્કોર ટીમમાં હાઇએસ્ટ હતો.
IPL 2023
શિવમ દુબે ફાઇલ તસવીર
ચેન્નઈમાં ગઈ કાલે કલકત્તા સામે ચેન્નઈએ બૅટિંગ લીધા પછી ૬ વિકેટે ૧૪૪ રન બનાવ્યા હતા, જેમાં દુબે (૪૮ અણનમ, ૩૪ બૉલ, ત્રણ સિક્સર, એક ફોર)નો સ્કોર ટીમમાં હાઇએસ્ટ હતો. નવાઈની વાત એ હતી કે ‘૭’ નંબરનો શોખીન ધોની છેક સાતમા નંબર પર બૅટિંગમાં આવ્યો હતો. તેના ભાગે ત્રણ બૉલ આવ્યા હતા અને બે રને અણનમ રહ્યો હતો.