કોહલી તથા ગંભીરની ૧૦૦-૧૦૦ ટકા મૅચ-ફી અને નવીનની ૫૦ ટકા મૅચ-ફી કપાઈ ગઈ હતી.
સૌરવ ગાંગુલી અને વિરાટ કોહલી
શનિવારે દિલ્હીમાં પરાજિત બૅન્ગલોરની ટીમના ઓપનર વિરાટ કોહલીએ મૅચ બાદ વિજેતા ટીમ દિલ્હી કૅપિટલ્સના ડિરેક્ટર સૌરવ ગાંગુલી સાથે હાથ મિલાવીને ગઈ-ગુજરી ભૂલી જવાનો સંકેત બન્નેએ આપ્યો એ જ દિવસે કોહલીના બીજા ‘ક્રિકેટ-શત્રુઓ’ ગૌતમ ગંભીર અને અફઘાની બોલર નવીન-ઉલ-હકે ફોટો પડાવ્યો હતો.
ADVERTISEMENT

એ ફોટો નવીને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને જાણે કોહલીને આડકતરી ટકોર કરી હતી. ગયા અઠવાડિયે કોહલીનો નવીન સાથેની બોલાચાલી બાદ ગંભીર સાથે ખૂબ ઝઘડો થયો હતો.
આ પણ વાંચો : ક્રિકેટ જઈ રહ્યું છે ફુટબૉલના માર્ગે : રવિ શાસ્ત્રી
કોહલી તથા ગંભીરની ૧૦૦-૧૦૦ ટકા મૅચ-ફી અને નવીનની ૫૦ ટકા મૅચ-ફી કપાઈ ગઈ હતી. કોહલીએ બીસીસીઆઇને ખુલાસામાં કહ્યું છે કે ‘હું ગંભીર અને નવીનને કોઈ અજુગતું નહોતો બોલ્યો.’
3
અફઘાનિસ્તાનના નવીન-ઉલ-હકે છેલ્લી બે મૅચમાં આટલી વિકેટ ૩૦ રનમાં લીધી હતી. અે મૅચ બૅન્ગલોર અને પંજાબ સામે રમાઈ હતી.

