Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > MI vs RCB : મુંબઈ ઇન્ડિયન્સ ૧૧ વર્ષથી પહેલી મૅચ હારી જ જાય છે

MI vs RCB : મુંબઈ ઇન્ડિયન્સ ૧૧ વર્ષથી પહેલી મૅચ હારી જ જાય છે

Published : 04 April, 2023 11:09 AM | Modified : 04 April, 2023 12:04 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રવિવારે કિંગ કોહલીની ફટકાબાજી અને ડુ પ્લેસીની કૅપ્ટન્સ ઇનિંગ્સે બૅન્ગલોરને મુંબઈ સામે અપાવી આસાન જીત

મુંબઈ ફ્લૉપ, તિલક હિટ: મુંબઈ ઇન્ડિયન્સના તિલક વર્માએ રવિવારે બૅન્ગલોરમાં ઇનિંગ્સના છેલ્લા બૉલમાં ધોની જેવા હેલિકૉપ્ટર શૉટમાં સિક્સર ફટકારી હતી. મુંબઈ પછીથી હાર્યું હતું, પણ તિલકનો પર્ફોર્મન્સ બધાને યાદ રહી ગયો હતો. તસવીર પી. ટી. આઇ.

IPL 2023

મુંબઈ ફ્લૉપ, તિલક હિટ: મુંબઈ ઇન્ડિયન્સના તિલક વર્માએ રવિવારે બૅન્ગલોરમાં ઇનિંગ્સના છેલ્લા બૉલમાં ધોની જેવા હેલિકૉપ્ટર શૉટમાં સિક્સર ફટકારી હતી. મુંબઈ પછીથી હાર્યું હતું, પણ તિલકનો પર્ફોર્મન્સ બધાને યાદ રહી ગયો હતો. તસવીર પી. ટી. આઇ.


રોહિત શર્માના સુકાનમાં મુંબઈ ઇન્ડિયન્સની ટીમ વિક્રમજનક પાંચમાંથી સૌથી પહેલી ટ્રોફી ૨૦૧૩માં જીતી હતી, પરંતુ એ વર્ષથી એની જે અનિચ્છનીય પરંપરા શરૂ થઈ એ હજી સુધી ચાલુ જ છે. મુંબઈ આઇપીએલ સીઝનની પહેલી મૅચ જીત્યું હોય એવું છેલ્લે ૨૦૧૨માં બન્યું હતું, જેમાં હરભજન સિંહના સુકાનમાં મુંબઈ ઇન્ડિયન્સની ટીમે ૪ એપ્રિલે ચેન્નઈમાં ચેન્નઈ સુપર કિંગ્સની ટીમને ૮ વિકેટે હરાવીને એ સીઝનના વિજયી શ્રીગણેશ કર્યા હતા. જોકે એ પછી સતત ૧૧ સીઝનમાં મુંબઈએ સીઝનની પ્રથમ મૅચમાં પરાજય જ જોયો છે. આ વખતના પ્રથમ પરાજયને બાદ કરતાં અગાઉના ૧૦ પ્રથમ મૅચના પરાજય વચ્ચે પણ મુંબઈની ટીમે પાંચ-પાંચ ટ્રોફી (વર્ષ ૨૦૧૩, ૨૦૧૫, ૨૦૧૭, ૨૦૧૯, ૨૦૨૦) જીતી લીધી છે.


તિલકની કમાલ, મુંબઈ મર્યાદિત



કૅપ્ટન રોહિત શર્માએ રવિવારે ફક્ત ૧ રન બનાવીને સદંતર નિષ્ફળતા સાથે આઇપીએલની નવી સીઝનની શરૂઆત કરી હતી અને ત્યાર બાદ ઈશાન કિશન (૧૦), કૅમેરન ગ્રીન (૫), સૂર્યકુમાર યાદવ (૧૫) પણ ફ્લૉપ ગયા હતા, પરંતુ મૂળ હૈદરાબાદનો ૨૦ વર્ષનો તિલક વર્મા (૮૪ અણનમ, ૪૬ બૉલ, ચાર સિક્સર, નવ ફોર) બૅન્ગલોરના સ્ટેડિયમમાં છવાઈ ગયો હતા. નેહલ વઢેરા (૨૧ રન, ૧૩ બૉલ, બે સિક્સર, એક ફોર) સાથે તેણે પાંચમી વિકેટ માટે ૫૮ રનની અને છેલ્લે અર્શદ ખાન સાથે આઠમી વિકેટ માટે ૪૮ રનની અતૂટ ભાગીદારી કરી હતી. બૅન્ગલોરના કર્ણએ બે વિકેટ લીધી હતી.


કોહલી-ફૅફની વિક્રમી ભાગીદારી


૧૭૨ રનનો લક્ષ્યાંક મળ્યા બાદ ઓપનર વિરાટ કોહલી (૮૨ અણનમ, ૪૯ બૉલ, પાંચ સિક્સર, છ ફોર) અને કૅપ્ટન ફૅફ ડુ પ્લેસી (૭૩ રન, ૪૩ બૉલ, છ સિક્સર, પાંચ ફોર) વચ્ચે ૧૪.૫ ઓવરમાં ૧૪૮ રનની ઓપનિંગ પાર્ટનરશિપ થઈ હતી. મુંબઈ સામે બૅન્ગલોરની અત્યાર સુધીની આ સર્વશ્રેષ્ઠ ઓપનિંગ ભાગીદારી હતી.

અર્શદ ખાને ડુ પ્લેસીને કૅચઆઉટ કરાવ્યો ત્યાર બાદ દિનેશ કાર્તિક ઝીરો પર જ આઉટ થઈ ગયો હતો, પણ ત્યાર બાદ ગ્લેન મૅક્સવેલ (૧૨ અણનમ, ૩ બૉલ, બે સિક્સર)એ ધબડકો અટકાવીને કોહલી સાથે મળીને બૅન્ગલોરને વહેલું જિતાડી દીધું હતું. ડુ પ્લેસીને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો.

200

ટી૨૦ ક્રિકેટમાં આટલી મૅચમાં કૅપ્ટન્સી સંભાળનાર રોહિત શર્મા ત્રીજો સુકાની છે. ધોનીએ ૩૦૮ મૅચમાં અને ડૅરેન સૅમીએ ૨૦૮ મૅચમાં ટીમનું નેતૃત્વ સંભાળ્યું છે.

 છ-આઠ મહિનાથી મને બુમરાહ વગર રમવાની આદત પડી ગઈ છે. જોકે ટીમમાં બીજા ઘણા ટૅલન્ટેડ ખેલાડીઓ છે. રોહિત શર્મા

ડિવિલિયર્સ ઍન્ડ ફૅમિલી, બૅન્ગલોરમાં સ્પેશ્યલ ગેસ્ટ

રવિવારે બૅન્ગલોરમાં મુંબઈ સામેની બૅન્ગલોરની મૅચ દરમ્યાન બૅન્ગલોરની ટીમનો ભૂતપૂર્વ બૅટર એ. બી. ડિવિલિયર્સ. તે પત્ની ડૅનિયેલ તેમ જ સંતાનો સાથે ભારત આવ્યો છે. ૨૦૧૨માં ડિવિલિયર્સે આગરાના તાજમહલ ખાતે ડૅનિયેલને પ્રપોઝ કર્યું હતું અને ૨૦૧૩માં તેમણે સાઉથ આફ્રિકામાં લગ્ન કર્યાં હતાં. 

Whatsapp-channel Whatsapp-channel

04 April, 2023 12:04 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK