મુંબઈ છ વિકેટથી હાર્યું, કૅપ્ટન રોહિત શર્માનું ખરાબ ફૉર્મ ટીમને ભારે પડી રહ્યું છે
IPL 2023
વિકેટ લીધા બાદ મથીશા પથિરાના
રોહિત શર્માનું ખરાબ ફૉર્મ યથાવત રહેતાં ચેન્નઈ સુપર કિંગ્સે મુંબઈ ઇન્ડિયન્સને ઘરઆંગણે ૧૩ વર્ષ બાદ છ વિકેટથી હરાવ્યું હતું. મુંબઈનો કૅપ્ટન આ વર્ષે પણ રન બનાવવામાં નિષ્ફળ રહ્યો છે, જેને કારણે ટીમે ૮ વિકેટે માત્ર ૧૩૯ રન જ કર્યા હતા. ચેન્નઈના ફાસ્ટ બોલરો દિપક ચહર (૧૮ રનમાં બે વિકેટ), પ્લેયર ઑફ ધ મૅચ મથીશા પથિરાના (૧૫ રનમાં ત્રણ વિકેટ) અને તુષાર દેશપાંડે (૨૫ રનમાં બે વિકેટ) સામે મુંબઈના બૅટરોએ શરણાગતિ સ્વીકારી લીધી હતી. ડેવોન કૉન્વે (૪૨ બૉલમાં ૪૪ રન) અને ઋતુરાજ ગાયકવાડના ૧૬ બૉલમાં ૩૦ રનના કારણે ચેન્નઈ ૧૭.૫ ઓવરમાં જ લક્ષ્યાંકને આંબીને પૉઇન્ટ ટેબલમાં ગુજરાત બાદ બીજા ક્રમાંક પર પહોંચી ગયું છે. કૅપ્ટન ધોનીએ ચૅપોકમાં વિજયી રન ફટકાર્યો હતો. હારને કારણે મુંબઈને પ્લેઑફમાં પહોંચવા માટે કપરા ચઢાણ છે. સૌથી વધુ ચર્ચા પથિરાનાની થઈ છે, જેણે પોતાની ચાર ઓવરમાં એક પણ બાઉન્ડ્રી આપી નહોતી. મુંબઈની શરૂઆત ઘણી જ ખરાબ રહી હતી. એણે ૭ બૉલની અંદર માત્ર એક રનના સ્કોર પર ૩ વિકેટ ગુમાવી હતી. જોકે ત્યાર બાદ સૂર્યકુમાર યાદવ (૨૬ ) અને નેહલ વાઢેરા (૬૪)એ પરિસ્થિતિ સંભાળવાનો પ્રયત્ન કરતાં ૭ ઓવરમાં ૫૫ રન બનાવ્યા હતા.
જુનિયર મલિંગા સામે શરણાગતિ
ADVERTISEMENT
બેબી મલિંગા નામે જાણીતા મથીશા પથિરાનાએ ૧૮મી ઓવરમાં બે રન તો ૨૦મી ઓવરમાં માત્ર પાંચ રન આપ્યા હતા. પોતાના બોલરની પ્રશંસા કરતાં ચેન્નઈના કૅપ્ટન ધોનીએ કહ્યું હતું કે ‘તેની ઍક્શનને જોતાં તેને ઈજા થઈ શકે છે. એથી શ્રીલંકાના ક્રિકેટ પ્રશાસકોએ તેને તમામ ફૉર્મેટમાં રમાડવો ન જોઈએ. મારા મતે તેણે ટેસ્ટ ક્રિકેટથી તો દૂર જ રહેવું જોઈએ. તે માત્ર આઇસીસી ટુર્નામેન્ટ જ રમે. શ્રીલંકાના ક્રિકેટ માટે એ એક મહત્ત્વનો ખેલાડી બનશે. અગાઉ આવ્યો ત્યારે સાવ સૂકલકડી હતો, હવે થોડો મજબૂત બન્યો છે.’ મૅચમાં વરસાદ પડે એવી આશંકા હતી, જેથી ધોનીએ ટોસ જીતીને પોતાની ઇચ્છા વિરુદ્ધ મૅનેજમેન્ટની સલાહ માની ફીલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
184
રોહિત શર્માએ આઇપીએલમાં ૧૦ મૅચમાં કુલ આટલા રન બનાવ્યા છે.
આઇપીએલ-૨૦૨૩માં કઈ ટીમ કેટલા પાણીમાં? |
||||||
નંબર |
ટીમ |
મૅચ |
જીત |
હાર |
પૉઇન્ટ |
રનરેટ |
૧ |
ગુજરાત |
૧૦ |
૭ |
૩ |
૧૪ |
+૦.૭૫૨ |
૨ |
ચેન્નઈ |
૧૧ |
૬ |
૪ |
૧૩ |
+૦.૪૦૯ |
૩ |
લખનઉ |
૧૦ |
૫ |
૪ |
૧૧ |
+૦.૬૩૯ |
૪ |
રાજસ્થાન |
૧૦ |
૫ |
૫ |
૧૦ |
+૦.૪૪૮ |
૫ |
બૅન્ગલોર |
૯ |
૫ |
૪ |
૧૦ |
-૦.૦૩૦ |
૬ |
મુંબઈ |
૧૦ |
૫ |
૫ |
૧૦ |
-૦.૪૫૪ |
૭ |
પંજાબ |
૧૦ |
૫ |
૫ |
૧૦ |
-૦.૪૭૨ |
૮ |
કલકત્તા |
૧૦ |
૪ |
૬ |
૮ |
-૦.૧૦૩ |
૯ |
હૈદરાબાદ |
૯ |
૩ |
૬ |
૬ |
-૦.૫૪૦ |
૧૦ |
દિલ્હી |
૯ |
૩ |
૬ |
૬ |
-૦.૭૬૮ |
નોંધ: તમામ આંકડા ગઈ કાલની બેંગલોર-દિલ્હી મૅચ પહેલાંના છે. |