૧૦ એપ્રિલે બૅન્ગલોરના પાર્નેલના બૉલમાં સિક્સર તો ફટકારી, પણ બીજી ક્ષણે તે હિટ-વિકેટ થઈ ગયો હતો
IPL 2023
તસવીર પી. ટી. આઇ./iplt20.com
લખનઉનો આયુષ બદોની ગઈ કાલે જયપુરમાં રાજસ્થાન સામે પોતાની ભૂલને લીધે જ ફક્ત એક રનના પોતાના સ્કોર પર ક્લીન બોલ્ડ થયો હતો . તે ટ્રેન્ટ બૉલ્ટના ઑફ સ્ટમ્પની બહારના બૉલને મારવા સ્ટમ્પ્સને અક્રૉસ ગયો અને સ્કૂપ શૉટ મારવાની લાલચમાં બૅટથી બૉલને પોતે જ ભૂલથી લેગ સ્ટમ્પ પર પધરાવી દીધો હતો. ટૂંકમાં, બૉલ્ટના અધૂરા પ્રયત્નને ખુદ બદોનીએ પૂરો કરી આપ્યો. ૧૦ એપ્રિલે બૅન્ગલોરના પાર્નેલના બૉલમાં સિક્સર તો ફટકારી, પણ બીજી ક્ષણે તે હિટ-વિકેટ થઈ ગયો હતો . તેને સિક્સર તો ન મળી, પણ વિકેટ ગુમાવ્યા પછી લખનઉને જીતતું જરૂર જોવા મળ્યું. ગઈ કાલે લખનઉની ટીમ માયર્સના ૫૧ રનની મદદથી ૭ વિકેટે ૧૫૪ રનનો સાધારણ સ્કોર નોંધાવી શકી હતી.