Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > DC vs MI : ગયા વર્ષના ‘કૉમેન્ટેટર’ ચાવલાએ લીધી દિલ્હી કૅપિટલ્સની ત્રણ વિકેટ

DC vs MI : ગયા વર્ષના ‘કૉમેન્ટેટર’ ચાવલાએ લીધી દિલ્હી કૅપિટલ્સની ત્રણ વિકેટ

Published : 12 April, 2023 10:48 AM | Modified : 12 April, 2023 11:03 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આઇપીએલની ગઈ સીઝનમાં કોઈ પણ ટીમે તેને નહોતો ખરીદ્યો એટલે ચાવલાએ કૉમેન્ટરી આપી હતી

ગઈ કાલે દિલ્હીમાં પીયૂષ ચાવલા. તસવીર iplt20.com

IPL 2023

ગઈ કાલે દિલ્હીમાં પીયૂષ ચાવલા. તસવીર iplt20.com


પાટનગર નવી દિલ્હીમાં ગઈ કાલે દિલ્હી કૅપિટલ્સના કૅપ્ટન ડેવિડ વૉર્નર (૫૧ રન, ૪૭ બૉલ, છ ફોર) કરતાં બોલર-બૅટરને બદલે હવે બૅટર-બોલર ઑલરાઉન્ડર તરીકે ઓળખાતા અક્ષર પટેલ (૫૪ રન, પચીસ બૉલ, પાંચ સિક્સર, ચાર ફોર)ની હાફ સેન્ચુરી ઘણી ચડિયાતી હતી. એને કારણે જ દિલ્હીની ટીમ ૧૯.૪ ઓવરમાં ૧૭૨ રનનું ટોટલ નોંધાવી શકી હતી. જોકે મુંબઈ ઇન્ડિયન્સનો ૩૪ વર્ષનો લેગબ્રેક સ્પેશ્યલિસ્ટ પીયૂષ ચાવલા (૪-૦-૨૨-૩) ગઈ કાલે ટૉક ઑફ ધ ટાઉન હતો. આઇપીએલની ગઈ સીઝનમાં કોઈ પણ ટીમે તેને નહોતો ખરીદ્યો એટલે ચાવલાએ કૉમેન્ટરી આપી હતી, પણ આ વખતે મુંબઈએ તેને ૫૦ લાખની બેઝ પ્રાઇસમાં લીધો છે. તેણે ગઈ કાલે મનીષ પાન્ડે, રૉવમૅન પૉવેલ અને લલિત યાદવની વિકેટ લીધી હતી. અક્ષર પટેલના એક શૉટમાં સૂર્યકુમાર યાદવ બાઉન્ડરી લાઈન પાસે કૅચ પકડવા ગયો ત્યારે તેને બૉલ આંખની ઉપરના ભાગમાં વાગ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

12 April, 2023 11:03 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK