ગઈ કાલે લખનઉમાં ચેન્નઈ સામે વરસાદને કારણે અનિર્ણીત જાહેર થયેલી મૅચમાં કૃણાલે સુકાન સંભાળ્યું હતું
IPL 2023 : રાહુલ આઇપીએલમાંથી ઑલમોસ્ટ આઉટ : જયદેવ પણ નહીં રમે
લખનઉ સુપર જાયન્ટ્સનો સુકાની કે. એલ. રાહુલ સાથળની ઈજાને કારણે આઇપીએલની આ સીઝનમાંથી લગભગ બહાર થઈ ગયો છે. તેને બૅન્ગલોર સામેની મૅચ દરમ્યાન ઈજા થઈ હતી અને કૃણાલ પંડ્યાએ કૅપ્ટન્સી સંભાળી હતી. ગઈ કાલે લખનઉમાં ચેન્નઈ સામે વરસાદને કારણે અનિર્ણીત જાહેર થયેલી મૅચમાં કૃણાલે સુકાન સંભાળ્યું હતું. રાહુલ આજે લખનઉની ટીમના કૅમ્પમાંથી રવાના થઈ જશે.
લખનઉની ટીમનો જયદેવ ઉનડકટ પણ આ આઇપીએલમાં હવે નહીં રમે. તે ડાબા ખભાની ઈજાને કારણે ટીમની બહાર થઈ ગયો છે. જોકે ૭ જૂને લંડનમાં ઑસ્ટ્રેલિયા સામે રમાનારી ટેસ્ટના વર્લ્ડ કપની ફાઇનલ સુધીમાં જયદેવ ફિટ થઈ જશે એવી આશા છે. લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર જયદેવને રવિવારે પ્રૅક્ટિસ દરમ્યાન ઈજા થઈ હતી. તે એક બૉલ ફેંક્યા પછી ડાબા ખભામાં અસહ્ય દુખાવો થતાં નીચે પટકાયો હતો અને તરત તેની સારવાર શરૂ કરાઈ હતી. કહેવાય છે કે જયદેવ મુંબઈમાં બીસીસીઆઇના એક સ્પેશ્યલિસ્ટ કન્સલ્ટન્ટને મળ્યો છે.