માહીએ આ ભેટ સ્વીકારતી વખતે કહ્યું કે ‘આ બહુ સરસ છે. મેં જિંદગીમાં ક્યારેય આવી ગિફ્ટ નથી મેળવી.’
IPL 2023
ચાહકોએ તેને પોતાના હાથે બનાવેલી ચેન્નઈમાં ચેપૉક ખાતેના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમની નાની પ્રતિકૃતિ ભેટ આપી હતી.
મહેન્દ્ર સિંહ ધોનીના સુકાનમાં ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ મુંબઈ ઇન્ડિયન્સની જેમ પાંચમી વાર ટ્રોફી જીતવા માટે ફેવરિટ છે એવી આ વખતે વાતો થઈ રહી છે, તો બીજી બાજુ ધોનીની આ છેલ્લી આઇપીએલ હોવાની પણ પાકી સંભાવના છે. એ બધું જોતાં ઘૂંટણની ગંભીર ઈજા છતાં રમી રહેલો ધોની અત્યારે ખૂબ ચર્ચામાં છે અને એ ટાણે તેના કેટલાક ચાહકોએ તેને પોતાના હાથે બનાવેલી ચેન્નઈમાં ચેપૉક ખાતેના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમની નાની પ્રતિકૃતિ ભેટ આપી હતી. માહીએ આ ભેટ સ્વીકારતી વખતે કહ્યું કે ‘આ બહુ સરસ છે. મેં જિંદગીમાં ક્યારેય આવી ગિફ્ટ નથી મેળવી.’