૭૦૦૦ રન પૂરા કરનાર તે પહેલો ખેલાડી બન્યો છે
વિરાટ કોહલી નેટ-પ્રૅક્ટિસ કરતો હતો ત્યારે કોચ રાજકુમાર શર્મા પણ મેદાનમાં હાજર હતો. કોહલીએ પોતાના કોચને પગે લાગીને તેમના આશીર્વાદ લીધા હતા.
વિરાટ કોહલીએ આઇપીએલમાં ૭૦૦૦ રન પૂરા કર્યા છે. આટલા રન પૂરા કરનાર તે પહેલો ખેલાડી બન્યો છે. વિશ્વના અન્ય કોઈ પણ દેશમાં કોઈ પણ ખેલાડી ડોમેસ્ટિક લીગમાં આટલા રન કરી શક્યો નથી. કોહલીએ ૨૨૩ મૅચમાં આટલા રન કર્યા છે, જેમાં પાંચ સેન્ચુરી અને ૪૯ હાફ-સેન્ચુરીનો સમાવેશ થાય છે. કોહલીએ આ સીઝનમાં અત્યાર સુધી ૧૦ મૅચમાં ૪૧૯ રન કર્યા છે, જેમાં પાંચ હાફ-સેન્ચુરીનો સમાવેશ થાય છે, જેમાં સૌથી વધુ નૉટઆઉટ ૮૨ રનનો સમાવેશ છે.