Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > IPL 2023: પંજાબ કિંગ્સે ડકવર્થ-લુઈસ પદ્ધતિથી જીતી મેચ, જાણો કોનું રહ્યું નબળું પ્રદર્શન

IPL 2023: પંજાબ કિંગ્સે ડકવર્થ-લુઈસ પદ્ધતિથી જીતી મેચ, જાણો કોનું રહ્યું નબળું પ્રદર્શન

Published : 02 April, 2023 08:37 AM | IST | Ahmedabad
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

વરસાદને કારણે રમત રોકવામાં આવી ત્યારે ટીમ 16 ઓવરમાં 7 વિકેટે 146 રન બનાવીને સંઘર્ષ કરી રહી હતી. જો કે આ પછી રમત રમી શકાઈ ન હતી. જે બાદ પંજાબ કિંગ્સ (Punjab Kings) ને 7 રનથી વિજયી જાહેર કરવામાં આવ્યું હતું.

પંજાબ કિંગ્સના ખેલાડીઓ (તસવીર: PTI)

પંજાબ કિંગ્સના ખેલાડીઓ (તસવીર: PTI)


IPL 2023ના પહેલા દિવસે ગુજરાત ટાઈટન્સે CSKને માત આપી હતી. ત્યારે બીજા દિવસે પંજાબ કિંગ્સ(Punjab Kings)એ કોલકાતા નાઈટ રાઈડર્સ(Kolkata Night Riders)ને હરાવ્યું છે. કોલકાતા નાઈટ રાઈડર્સને પંજાબ કિંગ્સે ડકવર્થ-લુઈસ પદ્ધતિ હેઠળ 7 રનથી હરાવ્યું હતું. કોલકાતા નાઈટ રાઈડર્સને જીતવા માટે 192 રનનો ટાર્ગેટ હતો, પરંતુ વરસાદને કારણે રમત રોકવામાં આવી ત્યારે ટીમ 16 ઓવરમાં 7 વિકેટે 146 રન બનાવીને સંઘર્ષ કરી રહી હતી. જો કે આ પછી રમત રમી શકાઈ ન હતી. જે બાદ પંજાબ કિંગ્સને 7 રનથી વિજયી જાહેર કરવામાં આવ્યું હતું.


કોલકાતા નાઈટ રાઈડર્સના બેટ્સમેનોએ નિરાશ કર્યા હતા



કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી ઓલરાઉન્ડર આન્દ્રે રસેલે 19 બોલમાં 35 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 3 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. જ્યારે વેંકટેશ અય્યર 28 બોલમાં 34 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ ખેલાડીએ પોતાની ઇનિંગમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગા ફટકાર્યા હતા. જ્યારે કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન નીતિશ રાણાએ 17 બોલમાં 24 રનનું યોગદાન આપ્યું હતું. તેણે પોતાની ઇનિંગમાં 3 ફોર અને 1 સિક્સર ફટકારી હતી.


પંજાબ કિંગ્સના બોલરોની આ હાલત હતી

બીજી તરફ પંજાબ કિંગ્સના બોલરોની વાત કરીએ તો અર્શદીપ સિંહે સૌથી વધુ વિકેટ લીધી હતી. અર્શદીપ સિંહે 3 ઓવરમાં 19 રન આપીને 3 ખેલાડીઓને આઉટ કર્યા હતા. જ્યારે આ સિવાય સેમ કરન, નાથન એલિસ, સિકંદર રઝા અને રાહુલ ચાહરને 1-1 સફળતા મળી હતી.


આ પણ વાંચો:  ધોનીનો નંબર ૭ સાથે જોડાયેલો છે અનોખો રેકૉર્ડ

કોલકાતા નાઈટ રાઈડર્સને 192 રનનો ટાર્ગેટ મળ્યો હતો

આ પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન નીતિશ રાણાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા પંજાબ કિંગ્સે 20 ઓવરમાં 5 વિકેટે 191 રન બનાવ્યા હતા. પંજાબ કિંગ્સ માટે ભાનુકા રાજપક્ષે 32 બોલમાં સૌથી વધુ 50 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 5 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. આ સિવાય પંજાબ કિંગ્સના કેપ્ટન શિખર ધવને 29 બોલમાં 40 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 6 ચોગ્ગા ફટકાર્યા હતા. કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી ટિમ સાઉથીએ સૌથી વધુ 2 વિકેટ લીધી હતી. જ્યારે ઉમેશ યાદવ સિવાય સુનીલ નરેન અને વરુણ ચક્રવર્તીને 1-1 સફળતા મળી હતી.

Whatsapp-channel Whatsapp-channel

02 April, 2023 08:37 AM IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK