આગામી આઇપીએલના અરસામાં ધોની ૪૨ વર્ષનો થશે. તેણે સીએસકેને ચાર ટાઇટલ અપાવ્યાં છે
મહેન્દ્ર સિંહ ધોની
૨૦૨૩ની આઇપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે) ટીમનું સુકાન મહેન્દ્ર સિંહ ધોની જ સંભાળશે. આ ફ્રૅન્ચાઇઝીના સીઈઓ કાસી વિશ્વનાથને ગઈ કાલે આ બાબતને સમર્થન આપ્યું હોવાનું આઇ.એ.એન.એસ.ના અહેવાલમાં જણાવાયું હતું. આગામી આઇપીએલના અરસામાં ધોની ૪૨ વર્ષનો થશે. તેણે સીએસકેને ચાર ટાઇટલ અપાવ્યાં છે. તેણે ૨૦૦૮થી આ ટીમનું સુકાન સંભાળ્યું છે. જોકે ૨૦૨૨ની આઇપીએલની શરૂઆત પહેલાં રવીન્દ્ર જાડેજાને સીએસકેનું સુકાન સોંપાયું હતું, પરંતુ ટીમનાં જોઈએ એવાં પરિણામ ન આવતાં જાડેજા પાસેથી સુકાન પાછું લઈને ધોનીને ફરી સોંપી દેવાયું હતું. ધોનીએ ૨૦૨૨ની આઇપીએલમાં જ કહ્યું હતું કે તે હજી ૨૦૨૩માં પણ રમવાનો છે.

